Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalહવે વોટર આઈડી-કાર્ડ પણ ડિજિટલ ફોર્મેટમાં મળશે

હવે વોટર આઈડી-કાર્ડ પણ ડિજિટલ ફોર્મેટમાં મળશે

નવી દિલ્હીઃ તમારું વોટર આઇડી-કાર્ડ હવે આધાર કાર્ડની જેમ ડિજિટલ થઈ જશે. ચૂંટણી પંચ વોટર કાર્ડને ડિજિટલ સ્વરૂપે લાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. એક વાર અંતિમ નિર્ણય લઈ લેવાઈ જાય એ પછી મતદાતા પોતાના વોટર ઓળખ કાર્ડને ડાઉનલોડ કરી શકશે અને ડિજિટલ વર્ઝનના માધ્યમથી મતદાન પણ કરી શકશે. ડિજિટલી સેવા આવતા વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીથી પહેલાં દેશભરના મતદાતાઓ માટે ઉપલબ્ધ થાય એવી શક્યતા છે.

ચૂંટણી પંચનાં સૂત્રોના જણાવ્યા મુજબ પોલ પેનલ યોજના તૈયાર છે અને કમિશન આગળ વધવાની મંજૂરી આપે એ પછી મતદાતાઓને આ સુવિધા ટૂંક સમયમાં એ આપવામાં આવશે. એનો લાભ લેવા માટે નવા નોંધાયેલા અને હાલના મતદાતાઓએ મતદાતા હેલ્પલાઇન એપના માધ્યમથી કેટલીક ઔપચારિકતાઓ પૂરી કરવાની રહેશે.

આ ડિજિટલ વોટર કાર્ડમાં બે QR કોડ હશે. આમાં એક કોડમાં મતદાતાનું નામ, પિતાનું નામ, ઉંમર, જાતિ અને ફોટાની માહિતી હશે અને બીજા QR કોડમાં સરનામું, ક્રમાંક સહિત અન્ય માહિતી હશે.

આ સાથે ચૂંટણી પંચની દેશવાસીઓ માટે યોજના પૂરી થાય એ પછી વિદેશમાં વસતા મતદાતાઓને પણ આ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લીધો છે.  હાલમાં તેમની પાસે ફિઝિકલ વોટર ઓળખ કાર્ડ નથી આપવામાં આવ્યાં. આ સુવિધા એ મતદાતાઓ માટે લાભકારક હશે, જેમની ટ્રાન્સફર કે અન્ય કોઈ કારણસર સરનામાં બદલાય છે અને તેમણે નવા મતદાન કેન્દ્રોમાં  નામ નોંધાવવાની જરૂર પડે છે. આ સિવાય જે મતદાતાઓનાં ચૂંટણી કાર્ડ ખોવાઈ જાય છે અને નવા કાર્ડ માટે અરજી કરે છે અથવા કરવી પડે છે, તેઓ આ સેવાનો ઉપયોગ નવાં કાર્ડ મેળવવા માટે કરી શકશે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular