Sunday, July 13, 2025
Google search engine
HomeNewsNational'ચીને ભારતીય વિસ્તારમાં કોઈ ગામડું બનાવ્યું નથી'

‘ચીને ભારતીય વિસ્તારમાં કોઈ ગામડું બનાવ્યું નથી’

નવી દિલ્હીઃ ચીનના સૈનિકો ભારતીય પ્રદેશમાં ઘૂસીને ગામડાં બનાવી રહ્યા હોવાના અમેરિકાના સંરક્ષણ વિભાગ ‘પેન્ટેગોન’ના એક અહેવાલને ભારતના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતે રદિયો આપ્યો છે. એમણે જણાવ્યું છે કે ચીનાઓ ભારતમાં ઘૂસીને નવું ગામડું બનાવી રહ્યા હોવાનો અહેવાલ ખોટો છે. એ ગામડાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની ચાઈનીઝ બાજુએ જ આવેલા છે. ‘ટાઈમ્સ નાઉ સમિટ-2021’માં જનરલ રાવતે કહ્યું કે ચીનાઓ LACની ભારતીય બાજુએ ગામડું બાંધતા હોવાની કોઈ જ ઘટના બની નથી. ચીને ભારતીય બાજુએ કોઈ ઘૂસણખોરી નથી.

ઉલ્લેખનીય છે કે, પેન્ટેગોને તાજેતરમાં એક અહેવાલમાં જણાવ્યું હતું કે ચીને તિબેટ સ્વાયત્ત પ્રદેશ અને LACના પૂર્વીય ક્ષેત્રમાં ભારતના અરૂણાચલ પ્રદેશની વચ્ચેના વિવાદાસ્પદ વિસ્તારની અંદર એક મોટું ગામડું બાંધ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular