Tuesday, July 8, 2025
Google search engine
HomeNewsNationalજેલ મેનેજમેન્ટે કોર્ટને આપ્યા પુરાવાઃ કહ્યું, વિનય માનસિક બિમાર નથી

જેલ મેનેજમેન્ટે કોર્ટને આપ્યા પુરાવાઃ કહ્યું, વિનય માનસિક બિમાર નથી

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિત વિનય શર્માએ થોડા દિવસ પહેલા ગમે તે રીતે મોતથી બચવા માટે એક નવું તરકટ કર્યું હતું. વિનયે જેલની દિવાલ સાથે માથું પછાડી પોતાની જાતને ઈજા પહોંચાડી હતી. ત્યારે આજે વિનયની અરજી મામલે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજીમાં વિનયને માનસિક બીમાર જણાવીને તેની સારવાર કરાવવાની માંગ કરવામાં આવી હતી. આજે સુનાવણી દરમિયાન તિહાડ જેલ મેનેજમેન્ટ તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, વિનયને આ પ્રકારની કોઈ બિમારી નથી.

તાજેતરમાં જ તેણે બે વખત પોતાની માં સાથે ફોન પર વાત કરી છે, ત્યારે આવામાં તેના વકીલ કેવી રીતે કહી શકે કે, વિનય લોકોને ઓળખી શકતો નથી? જ્યાં સુધી વિનયને ઈજા થવાની વાત છે તો તેણે પોતાનું માથુ ફોડ્યું છે. તિહાડ જેલ મેનેજમેન્ટ દ્વારા કોર્ટમાં સીસીટીવી ફૂટેજ પણ આપવામાં આવ્યા હતા. જો કે બંન્ને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે વિનયની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.  

તો સરકારી વકીલ દ્વારા કોર્ટમાં જવાબ દાખલ કરતા કહેવામાં આવ્યું કે, દોષિત વિનય શર્માએ 16 ફેબ્રુઆરીના રોજ પોતાનું માથુ દિવાલ સાથે પછાડ્યું હતું, બાદમાં તેને તાત્કાલિક સારવાર ઉપ્લબ્ધ કરાવવામાં આવી હતી. પોતાના પક્ષને મજબૂતીથી કોર્ટ સમક્ષ રજૂ કરતા તિહાડ જેલ મેનેજમેન્ટે ઘટનાના સીસીટીવી ફૂટેજ આપ્યા હતા.

સુનાવણી દરમિયાન સરકારી વકીલે વિનય શર્માના વકીલના દાવા પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે વિનયે તાજેતરમાં જ તેની માતા સાથે ફોન પર બે વાર વાતચિત કરી હતી અને તેના વકીલ સાથે પણ ફોન દ્વારા વાતચીત કરી હતી. અને એટલા માટે જ વિનયનો આ દાવો ખોટો સાબિત થઈ જાય છે કે તે કોઈને ઓળખી શકતો નથી અને માનકિસ રીતે બિમાર છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular