Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalનવસારી હાઇવે પર ગંભીર અકસ્માતમાં નવનાં મોત, 28 ઘાયલ

નવસારી હાઇવે પર ગંભીર અકસ્માતમાં નવનાં મોત, 28 ઘાયલ

નવસારીઃ રાજ્યના નવસારી જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક બસ અને SUV કારની વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો, જેમાં નવ લોકોનાં મોત થયાં છે અને અન્ય 28 લોકો ઘાયલ છયા છે. સુરતમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવથી પરત ફરી રલેલા લોકોથી ભરેલી એક બસમાં નવસારીના  48મા હાઇવે પર એક ટોયોટા ફોર્ચ્યુનર કારને ટક્કર મારી હતી.

આ બસચાલકને હાર્ટ એટેક આવ્યો હતો અને એની બસના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કારમાં સવાર નવ લોકોમાંથી આઠ લોકોનાં મોત થયાં હતા, જ્યારે બસમાં સવાર 28 લોકો ઘાયલ થયા હતા.

લક્ઝરી બસ સુરતથી વલસાડ જઈ રહી હતી. નવસારી SP ઋષિકેશ ઉપાધ્યાયે કહ્યુંહ તું કે આ અકસ્માત વેસમા ગામની પાસે થઈ હતી, જ્યારે SUV વિપરીત દિશામાં ઝઈ રહી હતી. SUVના પેસેન્જરો રાજ્યના અંકલેશ્વરના રહેવાસી હતા અને તેઓ વલસાડ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે આ બસના પ્રવાસીઓ વલસાડના હતા. આ દુર્ઘટનાને કારણે હાઇવ પર ટ્રાફિક જેમ થયો હતો, જે પછી પોલીસે ક્રેનની મદદથી બસને રસ્તા પરથી દૂર કરી હતી અને વાહવવ્યવહાર યથાવત્ કર્યો હતો.

અકસ્માતના પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં બનાવની જાણ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને કરવામાં આવી હતી. બનાવના પગલે 108 અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular