Thursday, May 29, 2025
Google search engine
HomeNewsMumbaiબોમ્બવિસ્ફોટની ધમકીભર્યો ફોન આવ્યોઃ મુંબઈ પોલીસ સતર્ક

બોમ્બવિસ્ફોટની ધમકીભર્યો ફોન આવ્યોઃ મુંબઈ પોલીસ સતર્ક

મુંબઈઃ શહેરના અનેક ભાગોમાં બોમ્બ મૂકવામાં આવ્યા હોવાનો એક શખ્સ તરફથી મુંબઈ પોલીસના મેઈન કન્ટ્રોલ રૂમને ગઈ કાલે મધરાત બાદ ફોન આવ્યા બાદ પોલીસતંત્ર સતર્ક બની ગયું છે અને તપાસ શરૂ કરી દીધી છે.

‘એબીપી માઝા’ના અહેવાલ મુજબ, ફોન કરનાર શખ્સની ધમકીમાં અંધેરી, વિલે પારલે ઉપનગરોમાં સિનેમાગૃહો અને શોપિંગ મોલ્સનો પણ સમાવેશ કરાયો હતો. પોલીસે મધરાત બાદ એક વાગ્યે ચેકિંગ હાથ ધર્યું હતું. પરંતુ કંઈ વાંધાજનક સામગ્રી કે ચીજ હાથ લાગી નહોતી.. પોલીસ ફોન કરનાર શખ્સની ઓળખની તપાસ કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular