Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalડ્રગ્સના કેસમાં દાઉદના ભાઈ ઈકબાલની ધરપકડ

ડ્રગ્સના કેસમાં દાઉદના ભાઈ ઈકબાલની ધરપકડ

મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અધિકારીઓએ ડ્રગ્સની દાણચોરીના કેસની તપાસના સંબંધમાં અંડરવર્લ્ડના ભાગેડૂ ડોન અને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી દાઉદ ઈબ્રાહિમના નાના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ કરી છે. અધિકારીઓએ બાદમાં ઈકબાલને પડોશના થાણે જિલ્લાના ભિવંડી શહેરની કોર્ટમાં હાજર કર્યો હતો અને કોર્ટે એને બે દિવસ માટે એનસીબીની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

એનસીબીના અધિકારીઓનું કહેવું છે કે ગઈ 23 જૂને ભિવંડીના એક વિસ્તારમાં 12 કિલોગ્રામ કેફી દ્રવ્ય હશીશ સાથે પકડાયેલા શબીર ઉસ્માન શેખ અને નિઝામુદ્દીન એહમદ તાઝાની પૂછપરછ દરમિયાન ઈકબાલ કાસકરનું નામ આવ્યું હતું. કાસકર સામે આ બીજો કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ, ગઈ 14 જૂને મુંબઈના દાદર ઉપનગરની એક લોજમાંથી બે કિલોગ્રામ હશીશ અને રૂ. 2.20 લાખની રોકડ રકમ સાથે પકડાયેલા કમલેશ ગુપ્તા, અમિત પ્રકાશ પટેલ, રાજવિન્દર સિંહ, ગુરમીત સિંહની પૂછપરછ દરમિયાન પણ ઈકબાલનું નામ આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular