Monday, July 7, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈ એરપોર્ટ પર રૂ.9.8 કરોડનું કોકેન જપ્ત

મુંબઈ એરપોર્ટ પર રૂ.9.8 કરોડનું કોકેન જપ્ત

મુંબઈઃ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના કસ્ટમ્સ વિભાગના સતર્ક અધિકારીઓએ એડિસ અબાબાથી ઈથિયોપિયન એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા આવી પહોંચેલા એક પ્રવાસી પાસેથી રૂ. 9.8 કરોડની કિંમતનું અને 980 ગ્રામ વજનનું કોકેન જપ્ત કર્યું હતું.

(ફોટો સૌજન્યઃ flickr)

પ્રવાસીએ આ પ્રતિબંધિત કેફી પદાર્થનો જથ્થો એના અન્ડરગાર્મેન્ટ્સમાં સંતાડ્યો હતો. કસ્ટમ્સ વિભાગે એની ધરપકડ કરી છે અને સ્થાનિક કોર્ટે એને અદાલતી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ કેસમાં તપાસ ચાલી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular