Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalમુકેશ અંબાણીને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી

મુકેશ અંબાણીને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી

નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમના સત્તાવાર ઈમેઇલ પર કોઈ અજાણ્યા શખસે 27 ઓક્ટોબરે રૂ. 20 કરોડની ખંડણી પણ માગી છે. આ મામલે અંબાણીના સુરક્ષા ઇનચાર્જે FIR પણ નોંધાવડાવી છે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે.

આ ધમકીભર્યા ઈમેલમાં લખ્યું છે કે જૌ તેને રૂ. 20 કરોડ નહીં મળ્યા તો તે મુકેશ અંબાણીને મારી નાખશે. તેણે એ પણ લખ્યું છે કે અમારી પાસે બેસ્ટ શૂટર્સ છે.આ પહેલાં પણ ધમકી મળી હતી

ઓક્ટોબરમાં દક્ષિણ મુંબઈના સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એક શખસ ફોન કર્યો હતો. આ શખસે હોસ્પિટલને બોમ્બથી ઉડાવાની ધમકી આપી દીધી હતી. અહેવાલ પ્રમાણે કોલ કરનારા શખસે મુકેશ અંબાણી, નીતા અંબાણીનું નામ લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વર્ષ 2021ના ફેબ્રુઆરીમાં મુકેશ અંબાણીના ઘર પાસે એક નધણિયાતી SUV મળી હતી. આ SUVમાં લગભગ 20  જેલેટિનની સ્ટિક અને એક લેટર મળ્યો હતો. જેમાં મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણીને ધમકી મળી હતી. આ મામલામાં પોલીસે કાર્યવાહી કરતાં કેટલાક લોકોની ધરપકડ કરી હતી. જોકે આ વિશે વધુ તપાસ કરવામાં આવશે અને ક્યાંથી અને કોણે મોકલ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હવે સિક્યોરિટી ઇન્ચાર્જની ફરિયાદ જે થઈ છે એને લઈને પણ એન્ગલ ચકાસી તપાસ શરૂ થશે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular