Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNational'મોદી કી હત્યા' નિવેદન: કોંગ્રેસી નેતાની ધરપકડ

‘મોદી કી હત્યા’ નિવેદન: કોંગ્રેસી નેતાની ધરપકડ

ભોપાલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનું વાંધાજનક નિવેદન કથિતપણે કરવા બદલ મધ્ય પ્રદેશના કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ પ્રધાન રાજા પટેરીયાની પોલીસે એમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે. પટેરીયા સામે પન્ના શહેરના પવાઈ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેને પગલે એમની ધરપકડ કરાઈ છે. પટેરીયાએ એમની પાર્ટીના સભ્યો સાથેની એક બેઠક દરમિયાન મોદીની હત્યાવાળું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. એને કારણે એમની સર્વત્ર ટીકા થઈ રહી છે. મોદીને મારી નાખવા માટે તત્પર રહેવા લોકોને ભડકાવતા પટેરીયાનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે.

એમણે તે બેઠકમાં એમ કહ્યું હતું કે, ‘જો આપણે લોકશાહીને બચાવવી હોય તો આપણે વડા પ્રધાન મોદીને મારી નાખવા માટે તત્પર રહેવું જોઈએ. દલિતો, લઘુમતી કોમોના લોકો અને આદિવાસી લોકોનાં જાન ખતરામાં છે. જો બંધારણનું રક્ષણ કરવું હોય તો ‘મોદી કી હત્યા’ માટે તત્પર રહો.’

પટેરીયાએ એવો દાવો કર્યો છે કે વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. એમના કહેવાનો મતલબ હતો, મોદીને ચૂંટણીમાં હરાવવા જોઈએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular