Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsNationalપુત્રની બર્થડે પાર્ટીમાં અકસ્માતે ફાયરિંગમાં માતાનું મોત

પુત્રની બર્થડે પાર્ટીમાં અકસ્માતે ફાયરિંગમાં માતાનું મોત

લખીમપુરી ખીરીઃ ક્યારેક આનંદનો પ્રસંગ પણ શોકમાં પલટાઈ જાય છે. એક ત્રણ વર્ષના બાળકની જન્મદિવસની પાર્ટીમાં ખુશીમાં થયેલા ફાયરિંગમાં ગોળી વાગવાથી માતાનું મોત થયું છે. ગંભીર રૂપે ઘાયલ થયેલી મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પણ તેનું મોત થયું હતું. જોકે બર્થડે પાર્ટીમાં ફાયરિંગ કરનારા સંબંધીની ધરપકડ કરવામાં આવી છે.

અનીતા વર્માએ ખેડૂત પ્રદીપ વર્મા સાથે લગ્ન કર્યાં હતાં અને તેમને બે બાળકો હતાં. અનીતા તેના ત્રણ વર્ષના બાળકના જન્મદિવસે પાર્ટીમાં કેક કાપવાની હતી, પણ તેને ભૂલથી એક સંબંધીએ ગોળી મારી દીધી હતી. જે તે પાર્ટીમાં હાજર હતો.  

વર્મા પરિવારે તેમના પુત્રના જન્મદિવસની પાર્ટી રાખી હતી અને આ પાર્ટીમાં 100 મહેમાનોને આમંત્રિત કર્યા હતા. પ્રદીપના કઝિનના ભાઈ, જયરામ વર્મા અને આરોપીને પણ પાર્ટીમાં આમંત્રિત કર્યો હતો, કેમ કે તે પરિવારની બહુ નજીક છે. જયરામ નશાની હાલતમાં હતો અને પાર્ટી ઊજવવાના ઉત્સાહમાં તેણે પિસ્તોલ કાઢીને ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં અનીતાને ગોળી વાગી હતી.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular