Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsBusinessમોબાઇલ વોલેટ પેમેન્ટઃ 2028 સુધીમાં 531 લાખ કરોડને પાર થશે

મોબાઇલ વોલેટ પેમેન્ટઃ 2028 સુધીમાં 531 લાખ કરોડને પાર થશે

નવી દિલ્હીઃ દેશમાં મોબાઇલ વોલેટનું ચલણ ઝડપથી વધી રહ્યું છે અને આગામી કેટલાંક વર્ષોમાં દેશમાં મોબાઇલ વોલેટના માધ્યમથી પેમેન્ટ 2028માં રૂ. 531.8 લાખ કરોડથી વધુ થવાની સંભાવના છે. એમાં 2024 અને 2028 દરમ્યાન 18.3 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિદર (CAGR) વધારો થશે, એમ લંડન સ્થિત અગ્રણી ડેટા અને એનાલિટિક્સ કંપની ગ્લોબલ ડેટાનો રિપોર્ટ કહે છે.

દેશમાં મોબાઇલ વોલેટ પેમેન્ટનું મૂલ્ય 2019 અને 2023ની વચ્ચે 72.1 ટકા (CAGR)થી વધીને 2023માં 202.8 લાખ કરોડ (2.5 લાખ કરોડ ડોલર) સુધી પહોંચી ગયું છે. એનું મુખ્ય કારણ સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટેના નક્કર પ્રયાસો છે.હાલમાં  રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે બેન્ક ટૂંક સમયમાં UPIના માધ્યમથી બેન્કોમાં રોકડ જમા કરવાની સુવિધા ઊભી કરશે. ગ્લોબલ ડેટામાં વરિષ્ઠ બેન્કિંગ અને પેમેન્ટ વિશ્લેષક શિવાની ગુપ્તાએ કહ્યું હતું કે મોબાઇલ પેમેન્ટની પહોંચ ઝડપથી વધી રહી છે. આ પેમેન્ટ સિસ્ટમને લઈને વેપારીઓની વ્યાપક ભાગીદારી છે. UPI ઝડપથી, સુરક્ષિત સુવિધાયુક્ત અને ઓછા ખર્ચે ફંડ ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. એ ભારતમાં પેમેન્ટ સ્પેસમાં સંપૂર્ણ રીતે પરિવર્તનની ક્ષમતા રાખે છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ના આંકડા મુજબ ફેબ્રુઆરી, 2024માં 18.3 લાખ કરોડ (221.5 અબજ ડોલર)ના 12.1 અબજ લેવડદેવડ કરવામાં આવી હતી, જે ફેબ્રુઆરી, 2023માં 12.4 લાખ કરોડના 7.5 અબજ લેવડદેવડ કરતાં વધુ હતી.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular