Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsNationalઅમેરિકી ટ્રમ્પના ભારતીય ભક્ત કોણ છે?

અમેરિકી ટ્રમ્પના ભારતીય ભક્ત કોણ છે?

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસ પર આવી રહ્યા છે. ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તૈયારીઓ વચ્ચે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી તસવીરો અનુસાર તેલંગાણાના કોન્નય ગામમાં મોદી ભક્ત નહી પણ અનોખો ટ્રમ્પ ભક્ત સામે આવ્યો છે.

તેલંગાણાના કોન્નય ગામમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો અનોખો પ્રશંસક રહે છે.ટ્રમ્પના પ્રશંસકનું નામ બુસા કૃષ્ણા છે અને તેને ટ્રમ્પની મૂર્તિ બનાવી છે.તે દરરોજ ટ્રમ્પની પૂજા કરે છે તો શુક્રવારે તેમના લાંબા આયુષ્ય માટે વ્રત પણ કરે છે.ટ્રમ્પની પૂજા બાદ ગામ લોકો બુસાને ‘ટ્રમ્પ કૃષ્ણા’ કહે છે.તો કૃષ્ણાના ઘરનું નામ પણ લોકોએ ‘ટ્રમ્પ હાઉસ’રાખ્યું છે. ભારત પ્રવાસ દરમ્યાન ટ્રમ્પને મળવા માટે બુસા કૃષ્ણાએ મોદી સરકારને અપીલ કરી છે.

કૃષ્ણા કહે છે કે હું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવી જ આસ્થા રાખું છું જેવી મારો પરિવાર ભગવાન શિવ પ્રત્યે આસ્થા રાખે છે. કૃષ્ણા દરરોજ ટ્રમ્પની પૂજા કરે છે. તેઓ દરરોજ દૂધથી તેમનો અભિષેક કરે છે અને મૂર્તિને પગે પણ લાગે છે. અહીં એક ટિન શેડની નીચે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. કૃષ્ણા ખૂબ જ ખૂશ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસ પર આવી રહ્યા છે. તેમનું ઘર હૈદરાબાદથી 120 કિલોમીટર દૂર જનગાંવ જિલ્લામાં આવેલું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી કૃષ્ણાની એક તસવીરમાં તે ટ્રમ્પને કીસ કરીને ટ્રમ્પ પરનો પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. મૂર્તિના ચારેય તરફની દિવાલ પર અંગ્રેજીમાં ટ્રમ્પનું નામ લખેલું છે. તેમજ બીજી તરફ એક પોસ્ટર લગાવેલું છે જેમાં નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની તસવીર લાગેલી છે જેમાં લખ્યું છે કે – વેલકમ ટૂ ઈન્ડિયા.  કૃષ્ણાએ પોતાની ખાસ વસ્તુઓમાં પણ ટ્રમ્પની તસવીર લગાવેલી છે. તેણે પોતાના મોબાઈલના કવર પર પણ ટ્રમ્પની તસવીર લગાવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular