Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsNationalEDએ મમતાના ભત્રીજા અભિષેક બેનરજી, રુજિરાને સમન્સ પાઠવ્યા

EDએ મમતાના ભત્રીજા અભિષેક બેનરજી, રુજિરાને સમન્સ પાઠવ્યા

નવી દિલ્હીઃ કોલસા કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી અને તેમની પત્ની રુજિરાને પૂછપરછ માટે બોલાવ્યા છે. EDએ સમન્સ મોકલીને મામલે પૂછપરછ માટે અભિષેક બેનરજીને છઠ્ઠી સપ્ટેમ્બરે અને પત્ની રુજિરાને પહેલી સપ્ટેમ્બરે હાજર થવા કહ્યું છે. EDએ અભિષેક અને તેમની પત્નીની બેન્કની ડિટેલ માગી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બંને પર આરોપ છે કે તેમણે તેમની કંપનીમાં એવી કંપનીઓના ફંડ ટ્રાન્સફર કરાવ્યા છે, જેના પર કોલસા કૌભાંડમાં રત હોવાના આરોપ લાગેલા છે. એની અવેજમાં કંપનીઓથી કેટલાક બોગસ એગ્રીમેન્ટ કરાવ્યા છે. જે કંપનીઓ પર એ આરોપ લગાવ્યા છે. અભિષેક બેનરજીના પિતા અને મમતા બેનરજીના પણ એવી એક કંપનીના ડિરેક્ટર છે. કોલસા કૌભાંડની તપાસ EDની સાથે-સાથે CBI પણ કરી રહી છે.

આ પહેલાં CBIએ 15 માર્ચ, 2021એ અભિષેક બેનરજીની સાળી મેનકાના પતિ અંકુશ અને શ્વસુર પવન અરોડાની પૂછપરછમાં સામેલ હોવા બદલ નોટિસ મોકલી છે.

27 નવેમ્બર, 2021એ CBIની કોલકાતા એન્ટિ કરપ્શન બ્રાંચે પશ્ચિમ બંગાળના કેટલાક હિસ્સામાં ગેરકાયદે ખનનથી જોડાયેલો મામલે કેસ નોંધાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ રુજિરા બેનરજીની કંપની LEAPS & BOUNDS MANAGEMENT Services LLP શંકાના ઘેરામાં છે. એના કેટલાક બેન્કિંગ વ્યવહારો પર CBI અને EDને શંકા છે. અભિષેકે એક કંપની તેની માતા લતાને નામે બનાવી હતી. બીજી કંપની તેમણે માર્ચ, 2017માં બનાવી હતી. આ કંપનીઓમાં તેમની પત્ની, સાળી અને પિતા અમિત બેનરજી પાર્ટનર અને ડિરેક્ટર છે.

EDની સામે ક્યારે હાજર થવાનું છે?
01/09/21 – રુજિરા બેનરજી
03/09/21 – સંજય બસુ
06/09/21 –  અભિષેક બેનરજી
08/09/21 –  શ્યામ સિંહ (DIG મિદનાપુર રેન્જ)
09/09/21 – જ્ઞાનવંત સિંહ (ADG CID)

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular