Wednesday, September 10, 2025
Google search engine
HomeNewsNationalમમતાનું મમત્વઃ ભાજપને હરાવવા માટે પક્ષોએ એકજુટ થવું પડશે

મમતાનું મમત્વઃ ભાજપને હરાવવા માટે પક્ષોએ એકજુટ થવું પડશે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી તૃણમૂલ કોંગ્રેસનાં અધ્યક્ષપદે ફરીથી ચૂંટાઈ આવ્યાં છે. તેમણે બધા પ્રાદેશિક પક્ષોને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી દૂર રાખવા માટે કમર કસવા કહ્યું હતું. તેમણે પક્ષોને એકજુટ થઈને કામ કરવા માટે પણ આહવાન કર્યું છે.

મમતા દીદીએ ગૃહ રાજ્યમાં પોતાનો પ્રભાવ વધારવા ઉપરાંત પોતાની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાને આગળ વધારવા માટે અને પક્ષોએ એકસાથે જોડવા માટે પ્રણ લીધું છે. તેમણે એ પણ જાહેર કર્યું છે કે TMCની વર્કિંગ કમિટીની બેઠક નવી દિલ્હીમાં યોજાશે. દીદીએ કોંગ્રેસને અહંકારી ગણાવતાં કહ્યું હતું કે TMC આગામી ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને ટેકો આપવાની વાત કરી હતી.

નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં TMCની સભાને સંબોધિત કરતાં સભ્યોને આહવાન કર્યું હતું કે અમે લડવા તૈયાર છીએ. આવનારા દિવસોમાં અમારી ઇચ્છા છે કે બધા પ્રાદેશિક પક્ષો એકસાથે મળીને 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કામ કરે. જે ડરી જાય છે, એ મરી જાય છે, પણ જે લડે છે એ બચી જાય છે. અમે લડીશું, પણ આપણે ક્યારેય હારીશું નહીં.

તેમણે કહ્યું હતું કે ચેરિટી બિગિન્સ એટ હોમની જેમ ઘરથી એટલે કે રાજ્યની લોકસભાની 42 બેઠકો છે અને આપણી પાસે હજી બે વર્ષનો સમય છે. આપણી જીત પાકી કરવા માટે બંગાળને હજી નક્કર બનાવવું પડશે. આપણે એવું કંઈ નહીં કરવું જોઈએ કે જેનાથી ભાજપને શક્તિ મળે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular