Monday, September 1, 2025
Google search engine
HomeNewsNationalનાગપુરમાં બેન્ક કૌભાંડ: કોંગ્રેસના MLA સુનીલ કેદારને જેલની સજા, વિધાનસભ્યપદ રદ

નાગપુરમાં બેન્ક કૌભાંડ: કોંગ્રેસના MLA સુનીલ કેદારને જેલની સજા, વિધાનસભ્યપદ રદ

નાગપુરઃ નાગપુર જિલ્લા બેન્ક કૌભાંડ કેસમાં કોંગ્રેસના વિધાનસભ્ય સુનીલ કેદારને પાંચ વર્ષની જેલની સજા થયા બાદ હવે વિધાનસભા સચિવાલયે એમનું વિધાનસભ્યપદ રદ કરી દીધું છે. સ્થાનિક કોર્ટે જેલની સજા સંભળાવ્યા બાદ તરત જ કેદારને જેલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ એમની તબિયત બગડતાં એમને નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સુનીલ કેદાર મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સ્પોર્ટ્સ પ્રધાન છે. એનડીસી બેન્ક કૌભાંડમાં સંડોવણીને પગલે કોર્ટે એમને જેલની સજા ફરમાવી છે અને રૂ.12.5 લાખનો દંડ પણ ફટકાર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular