Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalએક વધુ ફટકોઃ એલપીજી-સિલિન્ડર 102-રૂપિયા મોંઘું થયું

એક વધુ ફટકોઃ એલપીજી-સિલિન્ડર 102-રૂપિયા મોંઘું થયું

મુંબઈઃ કાતિલ મોંઘવારીથી રાહત મળવાની આશા રાખતા લોકોને એક વધુ ફટકો પડ્યો છે. રાંધણગેસ (એલપીજી) સિલિન્ડરની કિંમતમાં આજથી રૂ.102.50નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો કમર્શિયલ હેતુ માટે વાપરવામાં આવતા એલપીજી સિલિન્ડરોમાં કરાયો છે. ઘરેલુ વપરાશ માટેના સિલિન્ડરના ગ્રાહકોને હાલ રાહત અપાઈ છે. હજી ગયા જ મહિને કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ. 250નો વધારો કરાયો હતો.

મુંબઈમાં 19 કિલોગ્રામ વજનના એલપીજી સિલિન્ડર (કમર્શિયલ)ની નવી કિંમત રૂ. 2,307 થઈ ગઈ છે. ઘરેલુ વપરાશ માટેના સિલિન્ડરની કિંમત રૂ. 949.50 છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular