Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalલોકડાઉન 2.0ની જાહેરાત પછી મોદીએ શું બદલ્યું?

લોકડાઉન 2.0ની જાહેરાત પછી મોદીએ શું બદલ્યું?

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ આજે દેશને સંબોધિત કરતા દેશમાં ચાલી રહેલા લોકડાઉનને આગામી 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ દરમ્યાન વડાપ્રધાને ફરી એક વખત લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી.

આજે વડાપ્રધાને તેના સંબોધનની થોડી મિનિટ પછી તેમના ટ્વિટર પેજ તેમની પ્રોફાઈલ ફોટો બદલી નાંખી છે. પીએમ મોદીના આ નવા પ્રોફાઈલ ફોટો તેમના ચેહરાને ગમછાથી ઢાંકેલો છે. આ તસવીર પાછળ પીએમ મોદીનો ઉદેશ્ય કોરોનાવાઈસ સંકટ વચ્ચે સુરક્ષિત રહેવા માટે ઘરેલુ સમાધાનો કે ઉત્પાદનો મારફતે પોતાના ચેહરાને ઢાંકીને રાખવા અંગે લોકોને જાગ્રૃત કરવાના છે. આ પહેલા પણ વડાપ્રધાન લોકોને ગમછાનો ઉપયોગ કરવાનું કહી ચૂક્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, આપણે શાંતિ જાળવી રાખવી પડશે, નિયમોનું પાલન કરીશું તો કોરોના જેવી મહામારીને પણ હરાવી દઈશું. હાલમાં જ વડાપ્રધાન મોદીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના ભાજપ જિલ્લા અધ્યક્ષ હંસરાજ વિશ્વકર્મા સાથે ફોન પર વાત કરી હતી અને કાશીના ખબર અંતર પૂછ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ તેમને ફેશનેબલ માસ્કની બદલે ગમછાનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

મહત્વનું છે કે, દેશમાં કોરોના વાઈરસના કેસ ખૂબ ઝડપે વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 10,363 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો અત્યાર સુધીમાં કુલ 399 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1211 નવા કેસ સામે આવ્યા છે અને 31 લોકોના મોત થયા છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular