Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ મમતા બેનરજીને સોંપાવું જોઈએઃ RJD

ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ મમતા બેનરજીને સોંપાવું જોઈએઃ RJD

પટનાઃ લોકસભા ચૂંટણી અને હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષની હાર પછી ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ મમતા બેનરજીને સોંપવાની માગ તેજ થઈ છે. હવે બિહારના ભૂતપૂર્વ CM અને RJD સુપ્રીમો લાલુ યાદવે મમતા બેનરજીને ઇન્ડિયા ગઠબંધનના નેતા બનાવવાની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે ઉઠાવેલા વાંધાનો કોઈ અર્થ નથી. અમે મમતાને ટેકો આપીએ છીએ. તેમને ઇન્ડિયા બ્લોકનું નેતૃત્વ આપી દેવું જોઈએ.

 લાલુ યાદવનું આ નિવેદન કોંગ્રેસ માટે મોટો ઝટકા સમાન છે. લાલુ યાદવની આ માગ કોંગ્રેસ માટે મુસીબત બની શકે છે. ગઠબંધનમાં સામેલ કેટલાક પક્ષો પહેલેથી જ મમતા બેનરજીને ઇન્ડિયા ગઠબંધનની કમાન સોંપવાની વકીલાત કરી ચૂક્યા છે.

લાલુ યાદવે આ માગ એવા સમયે કરી છે, જ્યારે તેજસ્વી યાદવ કોલકાતામાં છે. હકીકતમાં લાલુ યાદવના આ નિવેદનને વિધાનસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કોંગ્રેસે સીટ શેરિંગને લઈને એક નિવેદન આપ્યું હતું, જેમાં તેણે સ્ટ્રાઈક રેટના આધારે સીટ વહેંચણીની વાત કરી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ તેમણે ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે લાંબી ખેંચતાણ કરી હતી. બિહારમાં આવતા વર્ષે જ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જ્યાં RJD સાથે તેનું ગઠબંધન છે. આવી સ્થિતિમાં લાલુ યાદવ અને તેજસ્વી નથી ઈચ્છતા કે કોંગ્રેસને તેમના પર હાવી થવાની કોઈ તક આપવામાં આવે.

RJD દ્વારા રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આરજેડીને લાગે છે કે આમ કરવાથી કોંગ્રેસ બેકફૂટ પર આવી જશે અને આવી સ્થિતિમાં તે સીટ વહેંચણી વખતે સોદાબાજી કરવામાં નબળી રહેશે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular