Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalકિસાન સંઘે MSP માટે નવા કાયદાની માગ કરી  

કિસાન સંઘે MSP માટે નવા કાયદાની માગ કરી  

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)થી જોડાયેલા ખેડૂતોના યુનિયન ભારતીય કિસાન સંઘે (BKSએ) કહ્યું હતું કે કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદાઓને દૂર કરવાની માગ કરી રહેલા ખેડૂતોના એક વર્ગ દ્વારા ઉઠાવવામાં આવેલી માગો પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરવો જોઈએ. જોકે BKSએ ખેડૂતોના વિરોધથી પોતાને દૂર કરી લીધો છે, તેમ છતાં ખેડૂતોને કૃષિ ઊપજનું યોગ્ય મૂલ્ય મળે એ માટે સરકારે ખાતરી કરવી જોઈએ. તેમણે એ માટે કૃષિ પેદાશો માટે એક નવા કાયદાની માગ કરી હતી.મુઝફ્ફરનગરમાં ત્રણ કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતોની રેલી પછી BKSએ કહ્યું હતું કે એ ખેડૂતોને તેમના ઉત્પાદન પડતરને આધારે લાભકારી મૂલ્ય માટે કાયદો બનાવવા માટે બુધવારે દેશવ્યાપી આંદોલન કરશે.

ભારતીય કિસાન સંઘના અખિલ ભારતીય મહામંત્રી બદરીનારાયણ ચૌધરીએ કહ્યું હતું કે લઘુતમ સપોર્ટ પ્રાઇસ (MSP) એક ભ્રમ છે, કેમ કે દેશના બધા ભાગોમાં ખેડૂતોને MSP નથી મળી રહી, જેથી એક નવો કડક કાયદો લાવવો જોઈએ અને એની ખાતરી કરવી જોઈએ કે ખેડૂતોને તેમની ઊપજના વાજબી દામ મળી રહે.  તેમણે કહ્યું હતું કે અમે 11 ઓગસ્ટે વડા પ્રધાન મોદીને આ માગને લઈને આવેદનપત્ર આપ્યું હતું, પણ સરકારે કોઈ સકારાત્મક પગલાં નથી લીધાં. સરકારે તેમની માગો પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરવો જોઈએ, જોકે એવું પણ છે કે ખેડૂતોની કેટલીક માગો ગેરવાજબી છે, એમ ચૌધરીએ કહ્યું હતું.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular