Friday, November 21, 2025
Google search engine
HomeNewsNationalવિદ્યાર્થિનીનું અપહરણ કરીને પાંચ યુવકો દ્વારા ગેન્ગરેપ

વિદ્યાર્થિનીનું અપહરણ કરીને પાંચ યુવકો દ્વારા ગેન્ગરેપ

ચુરુઃ રાજસ્થાનના બિકાનેર સંભાગના ચુરુ જિલ્લામાં ફરી એક વાર ગેન્ગરેપનો કેસ નોંધાયો છે. ચુરુના રતનગઢ સ્ટેશનમાં નવમા ધોરણની વિદ્યાર્થિનીનું અપહરણ કરીને પાંચ યુવકોએ તેની સાથે ગેન્ગેરેપ કર્યો હતો. વિદ્યાર્થિનીના પરિવારને તેના અપહરણની સૂચના મળી, ત્યારે તેમણે તેમની તપાસ શરૂ કરી હતી. પરિવારને વિદ્યાર્થિની નગ્ન હાલતમાં બેહોશ પડેલી મળી હતી.

ત્યાર બાદ પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેની સારવાર ચાલી રહી છે. આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્યની તપાસ જારી છે.

રતનગઢ પોલીસ સ્ટેશનના પ્રભારી સુભાષ બિજારણિયાએ જણાવ્યું હતું કે 15 વર્ષીય વિદ્યાર્થિનીના કાકાએ રતનગઢ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. તેમણે અહેવાલમાં જણાવ્યું હતું કે તેમની ભત્રીજી ગામની હાઇસ્કૂલમાં નવમા ધોરણમાં ભણે છે. 23 ડિસેમ્બરે તે સવારે નવ કલાકે સ્કૂલ ગઈ હતી. બપોરે દોઢ કલાકે તેનો મોટો ભાઈ ભાગીને આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે કેટલાક લોકો તેની બહેનને ઉઠાવીને લઈ ગયા છે. ત્યારે તેઓ અને તેમના ભત્રીજા તેને શોધવા નીકળ્યા હતા. તેઓ ભત્રીજીને શોધવા પડિહારા હવાઇપટ્ટી તરફ ગયા હતા.

એ હવાઈપટ્ટી પર એક ઝાડની નીચે તેમની ભત્રીજી જમીન પર પડી હતી અને પાંચ યુવકો તેની સાથે બળાત્કાર કરી રહ્યા હતા. આ પાંચ આરોપીઓમાં ત્રણ આરોપીઓને પીડિતાના કાકાએ પકડી લીધા હતા. જોકે આદિલ અને નારાયણ ફરાર છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular