Sunday, May 25, 2025
Google search engine
HomeNewsNationalજામીન મેળવવા મીઠાઈ ખાઈ રહ્યા છે કેજરીવાલઃ EDનો આરોપ

જામીન મેળવવા મીઠાઈ ખાઈ રહ્યા છે કેજરીવાલઃ EDનો આરોપ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલની અરજીની સુનાવણી દરમ્યાન રાઉઝ એવેન્યુ કોર્ટમાં EDએ દાવો કર્યો હતો કે તેમના ઘરેથી જાણીબૂજીને (ગળપણવાળું) સુગરવાળું ખાવાનું મોકલવામાં આવી રહ્યું છે, જેથી તેમનું સુગર લેવલ વધી જાય. ED તરફથી હાજર રહેલા વકીલ જુહૈબ હુસૈને કોર્ટમાં સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે કેજરીવાલના ઘરેથી જાણીબૂજીને એવું ખાવાનું આવી રહ્યું છે, જેનાથી તેમનું સુગર લેવલ વધી જાય.

વકીલે કહ્યું હતું કે તેમના ઘરેથી બટાકા, પૂરી, કેરી, મીઠાઈ અને સુગરવાળી ચીજવસ્તુઓવાળી ચીજવસ્તુઓ મોકલવામાં આવી રહી છે, જેથી મેડિકલ ગ્રાઉન્ડ પર તેમને જામીન મળી શકે. અને જેલ ઓથોરિટીથી રિપોર્ટ માગ્યો છે. જોકે કેજરીવાલના વકીલ વિવેક જૈને EDના વકીલની દલીલોનો વિરોધ કરતાં કહ્યું હતું કે કેજરીવાલનું ફાસ્ટિંગ સુગર 243 છે, જે બહુ વધારે છે. તેમને ડોક્ટર્સ તરફથી નિર્દેશિત ભોજન આપવામાં આવી રહ્યું છે.કોર્ટે કેજરીવાલના વકીલોને કહ્યું હતું કે અમે જેલથી રિપોર્ટ માગીશું. તમે અમને કેજરીવાલનો ડાયટ ચાર્ટ ઉપલબ્ધ કરાવો. ED તરફથી કહેવામાં આવ્યું હતું કે તમે જેલના DGથી રિપોર્ટ માગી શકો છે. આ મામલે આગામી સુનાવણી 19 એપ્રિલ બપોરે બે કલાકે થશે.

શું હતી અરજી? દિલ્હી લિકર કૌભાંડમાં કેજરીવાલના સુગર લેવલની નિયમિત તપાસની માગની અરજી રાઉઝ એવેન્યુ કોર્ટમાં લગાવવામાં આવી હતી. કેજરીવાલના વકીલે કહ્યું હતું કે તેમનું સુગર લેવલ વધીઘટી રહ્યું છે. અરજીમાં કેજરીવાલના વકીલે કહ્યું હતું કે EDની હિરાસત દરમ્યાન કેજરીવાલનું બ્લડ સુગર 46 સુધી આવી ગયું હતું.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular