Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalકેજરીવાલને જેલમાં અપાયું ઇન્સ્યુલિનઃ આપ પાર્ટીએ કર્યું સ્વાગત

કેજરીવાલને જેલમાં અપાયું ઇન્સ્યુલિનઃ આપ પાર્ટીએ કર્યું સ્વાગત

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલનું બ્લડ શુગર વધ્યા પછી તેમને ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું, એમ તિહાડ દેલના અધિકારીઓએ કહ્યું હતું. આમ આદમી પાર્ટીએ હનુમાન જન્મોત્સવના પ્રસંગે આ સમાચારનું સ્વાગત કરતાં કહ્યું હતું કે એ ભગવાના આશીર્વાદનું પરિણામ છે.

દિલ્હીનાં કેબિનેટ મંત્રી આતિશીએ X પર પોસ્ટમાં કહ્યું હતું કે જય બજરંગ બલી. હનુમાન જયંતીએ સારા સમાચાર મળ્યા. જેલ સત્તાવાળાઓએ છેવટે કેજરીવાલને ઇન્સ્યુલિન આપ્યું ખરું. એ હનુમાનજીના આશીર્વાદ અને સંઘર્ષનું પરિણામ છે. દિલ્હીવાસીઓના સંઘર્ષ સમયે બંજરંગ બલીના આશીર્વાદ આપણા બધા પર છે.

તિહાર જેલના એક અધિકારીના જણાવ્યા અનુસાર ગઈ કાલે 22 એપ્રિલ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને તિહાડ જેલમાં લો-ડોઝ ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. ગઈ કાલે તેમનું શુગર લેવલ 217 હતું, AIIMSની ટીમે કહ્યું હતું કે જો લેવલ 200ને પાર કરે તો તેમને ઓછી માત્રામાં ઇન્સ્યુલિન આપવામાં આવી શકે છે.

આમ આદમી પાર્ટી (AAP)એ દાવો કર્યો છે કે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને ઘણા દિવસોના સંઘર્ષ બાદ તિહાર જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવ્યું છે. AAPએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આખરે ભાજપ અને તેનું જેલ વહીવટી તંત્ર ભાનમાં આવ્યું અને જેલમાં CM કેજરીવાલને ઇન્સ્યુલિન આપ્યું. CM કેજરીવાલનું શુગર લેવલ 320 પર પહોંચી ગયું હતું. ભગવાન હનુમાનજીના આશીર્વાદ અને દિલ્હીના લોકોના સંઘર્ષને કારણે જ આ શક્ય બન્યું છે. અમે અમારા મુખ્ય મંત્રી સુધી ઇન્સ્યુલિન પહોંચાડવામાં સફળ રહ્યા છીએ.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular