Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalકેજરીવાલે  શાહ, ગાંધીને યમુનાનું પાણી પીવાનું પીવાનો ફેંક્યો પડકાર

કેજરીવાલે  શાહ, ગાંધીને યમુનાનું પાણી પીવાનું પીવાનો ફેંક્યો પડકાર

નવી દિલ્હીઃ આપ સંયોજક કેજરીવાલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને ગૃહપ્રધાન અમિત શાહને જાહેરમાં યમુનાનું પાણી પીવા માટે પડકાર ફેંક્યો છે. તેમણે દાવો કર્યો છે કે પડોસી રાજ્ય હરિયાણા એમાં ઝેર મેળવી રહ્યું છે. દિલ્હી ચૂંટણી પહેલાં પાણીની પારાયણમાં વિવાદ વધ્યો છે.

તેમણે કહ્યું હતું કે સાત PPM એમોનિયા ઝેર બરાબર છે. અને તેમણે તેમના આરોપોને ફરી દોહરાવ્યા હતા. હરિયાણામાં ભાજપના નેતૃત્વવાળી સરકાર નદીને પ્રદૂષિત કરી રહી છે, જેનાથી દિલ્હીવાસીઓના જીવન જોખમમાં પડી રહ્યા છે. CM આતિશી અને મંત્રી સૌરભ ભારદ્વાજે કેજરીવાલના દાવાઓને દોહરાવ્યા હતા અને વિપક્ષના નેતાઓને એ પાણી પીવા માટે પડકાર ફેંક્યો હતો.

કેજરીવાલે કહ્યું હતું કે શું અમિત શાહજી, રાજીવકુમારજી, રાહુલ ગાંધી અને સંદીપ દીક્ષિતજી તમે મિડિયા સામે સાત PMM એમોનિયાવાળું પાણી પી શકે છે? તમે દિલ્હીમાં સાત PPM પાણી મોકલી રહ્યા છે અને દાવો કરી રહ્યા છો કે કેજરીવાલ ખોટું બોલી રહ્યા છે?

બીજી બાજુ, PM મોદીએ કહ્યું હતું કે આપ-દાના લોકો કહી રહ્યા છે કે હરિયાણાના લોકો દિલ્હીના પાણીમાં ઝેર ભેળવે છે. આ ફક્ત હરિયાણાનું જ નહીં, પરંતુ બધા ભારતીયોનું અપમાન છે, આપણી સંસ્કૃતિનું અપમાન છે, આપણા ચારિત્ર્યનું અપમાન છે. આ એવો દેશ છે જ્યાં પાણી આપવું એ ધર્મ માનવામાં આવે છે. મને ખાતરી છે કે આ વખતે દિલ્હી આવી સસ્તી વાતો કરનારાઓને પાઠ ભણાવશે.

તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં રહેતા દરેક વ્યક્તિ હરિયાણા દ્વારા મોકલવામાં આવેલું પાણી પીએ છે. હું પણ છેલ્લાં 11 વર્ષથી તે પી રહ્યો છું.  બધા ન્યાયાધીશો અને અન્ય તમામ આદરણીય લોકો પણ તે પીએ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular