Tuesday, July 8, 2025
Google search engine
HomeNewsNationalકર્ણાટકઃ રૂ. 2500 કરોડમાં CM પદની ઓફર!

કર્ણાટકઃ રૂ. 2500 કરોડમાં CM પદની ઓફર!

બેલગાવીઃ કર્ણાટકમાં રૂ. 2500 કરોડમાં મુખ્ય પ્રધાન બનવાની ઓફર મળવાના ભાજપ વિધાનસભ્યના દાવા પર કોંગ્રેસે ફરી એક નિશાન સાધ્યું છે. ભાજપ વિધાનસભ્ય બાસનગોડા પાટિલ યતનાલે હાલમાં દાવો કર્યો હતો કે કેટલાક લોકોએ તેમનો સંપર્ક કરીને કહ્યું હતું કે જો તેઓ રૂ. 2500 કરોડની સગવડ કરી લે તો તેમને કર્ણાટકના મુખ્ય પ્રધાન બનાવી શકાય એમ છે. એ પછી તપાસની માગ કરી રહેલા કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું હતું કે ભાજપને આનાથી વધુ શું પુરાવા જોઈએ?

તેમણે કહ્યું હતું કે અમે કોઈની પાસે રાજીનામું નથી માગી રહ્યા, પણ ભાજપે પૂછવું જોઈએ કે કોણે તેમને રૂ. 2500 કરોડના બદલામાં CM પદની ઓફર કરી હતી. આને ગંભીરતાથી લઈને કેસ નોંધવો જોઈએ. કોંગ્રેસ આ મામલે તપાસની માગ કરે છે. આ એક રાષ્ટ્રીય મુદ્દો છે. આના પર દેશમાં ચર્ચા થવી જોઈએ.

ભાજપના વિધાનસભ્ય બાસનગૌડા પાટિલ યતનાલે પાર્ટીના એક કાર્યક્રમમાં નેતાઓને સચેત કરતાં કહ્યું હતું કે કેટલાક લોકો દિલ્હીથી મારી પાસે આવ્યા હતા. તેઓ દાવો કરી રહ્યા હતા કે તેઓ મને મુખ્ય પ્રધાન બનાવી દેશે. બસ મારે રૂ 2500 કરોડની સગવડ કરવાની રહેશે. વિજયપુરાના વિધાનસભ્ય યતનાલે બેલગાવીમાં કહ્યું હતું કે હું એવી વ્યક્તિ છું, જે વાજપેયી સરકારમાં અડવાણી, રાજનાથ સિંહ સાથે કામ કરી ચૂક્યો છું. મેં આ ઓફર આપવાવાળાએ પૂછ્યું હતું કે તમને લોકોને માલૂમ છે કે રૂ. 2500 કરોડ કેટલા હોય છે?  કોઈ આટલા નાણાં પોતાની પાસે રાખે છે?  આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે કર્ણાટકમાં મુખ્ય પ્રધાન બદલવાની અટકળો જોર પકડી રહી છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular