Sunday, July 20, 2025
Google search engine
HomeNewsNationalઉપ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં જગદીપ ધનખડે આગળ

ઉપ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં જગદીપ ધનખડે આગળ

નવી દિલ્હીઃ દેશમાં નવા ઉપ રાષ્ટ્રપતિની પસંદગી માટે સંસદ ભવનમાં મતદાન જારી છે. આ ચૂંટણી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર જગદીપ ધનખડે અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગારેટ આલ્વાની વચ્ચે છે. ડેટા મુજબ પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ ધનખડેની જીત પાકી હોય એમ લાગી રહ્યું છે, કેમ કે વિરોધ પક્ષોમાં ચૂંટણીને લઈને મતભેદો સામે આવ્યા છે. TMCના એક પણ સાંસદે મતદાનમાં ભાગ નથી લીધો. મુખ્ય પ્રધાન મમતા બેનરજીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસે આલ્વાના નામની ઘોષણાથી પહેલાં સહમતી બનાવવાના પ્રયાસનો હવાલો આપતાં મતદાન પ્રક્રિયાથી દૂર રહેવાની ઘોષણા કરી હતી.

80 વર્ષીય આલ્વા કોંગ્રેસની વરિષ્ઠ નેતા છે અને તેઓ રાજસ્થાનનાં રાજ્યપાલ તરીકે કામ કરી ચૂક્યાં છે. તેમને TRS, AAP, ZMM અને AIMIMએ ટેકો આપવાની જાહેરાત કરે છે.

NDAના મેદવાર ધનખડે 71 વર્ષના છે અને તેઓ રાજસ્થાનના જાટ સમુદાયના છે. તેમની પૃષ્ઠભૂમિક સમાજવાદીની રહી છે. YSR કોંગ્રેસ, BSP અને AIDMK અને શિવસેનાએ તેમને ટેકો આપવાની જાહેરાત કરી હતી. તેમને NDAના ઉમેદવારને 515 મત મળવાનો અંદાજ છે. સામે પક્ષે આલ્વાને આશરે 200 મત મળવાનો અંદાજ છે.

ઉપ રાષ્ટ્રપતિપદ માટે સંસદ ભવનમાં મતદાન સવારે 10 કલાકથી સાંજે પાંચ વાગ્યા સુધી થશે. જે પછી તરત મતોની ગણતરી કરવામાં આવશે અને મોડી સાંજે દેશના નવા ઉપ રાષ્ટ્રપતિના નામની ઘોષણા કરી દેવામાં આવશે. ઉપ રાષ્ટ્રપતિ એમ. વેંકૈયાનો કાર્યકાળ 10 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular