Friday, May 16, 2025
Google search engine
HomeNewsNational7 વિદેશી સેટેલાઈટ્સને ભ્રમણકક્ષામાં મૂકવામાં સફળ થયું રોકેટ PSLV-C56

7 વિદેશી સેટેલાઈટ્સને ભ્રમણકક્ષામાં મૂકવામાં સફળ થયું રોકેટ PSLV-C56

શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ): ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ISRO’એ સિંગાપોરના રડાર ઈમેજિંગ સેટેલાઈટ DS-SAR તથા બીજા છ કૃત્રિમ ઉપગ્રહોને નિર્ધારિત ભ્રમણકક્ષામાં મૂકવામાં સફળતા મેળવી છે. ઈસરોનાં વિજ્ઞાનીઓએ બનાવેલું રોકેટ PSLV-C56 (પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલ) અહીંના સતિષ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ ખાતેથી સવારે 6.30 વાગ્યે અંતરિક્ષભણી રવાના થયું હતું અને ધીમે ધીમે આકાશમાં ઊંચે આગળ વધ્યું હતું. 44.4 મીટર લાંબા આ રોકેટે કુલ 228.6 ટન વજનના સેટેલાઈટ્સને ઊંચક્યા હતા. સિંગાપોરનો મૂળ સેટેલાઈટ 352 કિલોગ્રામ વજનનો હતો. આ સાથે ઈસરો સંસ્થાએ 1999ની સાલથી અત્યાર સુધીમાં 39 દેશોનાં કુલ 431 સેટેલાઈટ્સને ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂકી આપ્યા છે.

(તસવીર સૌજન્યઃ @isro)

ઈસરોના ચેરમેન એસ. સોમનાથે આજની સિદ્ધિ વિશે આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે ઈસરો હવે ઓગસ્ટમાં કે સપ્ટેમ્બરના આરંભમાં એક વધુ રોકેટ મિશન હાથ ધરવાનું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular