Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalઇસરોએ EOS-8 સેટેલાઇટ લોન્ચ કરી રચ્યો ઇતિહાસ

ઇસરોએ EOS-8 સેટેલાઇટ લોન્ચ કરી રચ્યો ઇતિહાસ

શ્રીહરિકોટાઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ શુક્રવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી પૃથ્વી અવલોકન ઉપગ્રહ-8 (EOS-8) લોન્ચ કર્યું છે. ઇસરોએ X પર સંદેશમાં કહ્યું હતું કે SSLVની ત્રીજી ઉડાન સફળ રહી છે.

ઇસરોએ 16 ઓગસ્ટની સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 9.17 વાગ્યે SSLV-D3 રોકેટનું લોન્ચિંગ સટિક રૂપે ભ્રમણ કક્ષામાં સ્થાપિત કર્યું હતું. આ ઉપરાંત એક નાના સેટેલાઇટ SR-0 DEMOSAT પણ પેસેન્જર સેટેલાઈટની માફક છોડવામાં આવી રહ્યું છે. આ બંને સેટેલાઈટ્સ ધરતીથી 475 કિમીની ઊંચાઈના ગોળાકાર ઓર્બિટમાં ચક્કર લગાવશે.

SSLV એટલે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીલ અને D3 મતલબ ત્રીજી ડિમોનસ્ટ્રેશન ફ્લાઇટ. આ રોકેટનો ઉપયોગ મિની, માઈક્રો અને નૈનો સેટેલાઈટ્સના લોન્ચિંગ માટે થાય છે. આ લોન્ચિંગ સફળ થશે તો ઇસરો તેને દેશની ત્રીજી સૌથી શાનદાર રોકેટ જાહેર કરી દેશે.

પૃથ્વીની નીચલી કક્ષામાં 500 કિગ્રા સુધીની સેટેલાઇટને 500 કિમીથી નીચે અથવા તો 300 કિગ્રાના સેટેલાઇટ્સને સન સિંક્રોનસ ઓર્બિટમાં મોકલી શકશે. આ ઓર્બિટની ઊંચાઈ 500kmની ઉપર હોય છે. આ લોન્ચિંગમાં તે 475 કિમીની ઊંચાઈ સુધી જશે. ત્યાં જઈને આ સેટેલાઈટને છોડી દેશે.

SSLVના રોકેટની લંબાઈ 34 મીટર છે. તેનો વ્યાસ 2 મીટર છે. SSLV નું વજન 120 ટન છે. SSLV 10થી 500 કિલોના પેલોડ્સને 500 km સુધી પહોંચાડી શકે છે. SSLV ફક્ત 72 કલાકમાં તૈયાર થઈ જાય છે. SSLVને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ પૈડ એકથી લોન્ચ કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular