Monday, July 7, 2025
Google search engine
HomeNewsNationalશું કોરોનાનો નવો ‘ઓમિક્રોન’ પ્રકાર ‘ડેલ્ટા’થી વધુ જોખમી? જાણો...  

શું કોરોનાનો નવો ‘ઓમિક્રોન’ પ્રકાર ‘ડેલ્ટા’થી વધુ જોખમી? જાણો…  

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ‘ઓમિક્રોન’ને બહુ ઝડપથી ફેલાતો હોવાથી એને ચિંતાજનક પ્રકાર ગણાવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં મળી આવેલો ‘ઓમિક્રોન’ પ્રકાર કોરોનાના ડેલ્ટા સહિત અન્ય પ્રકારોની તુલનાએ વધુ ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઇરસના પોઝિટિવ પરીક્ષણ કરવાવાળા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જોકે વૈજ્ઞાનિકો રોગચાળાના આ ઓમિક્રોન અન્ય કારણોને લીધે થાય છે કેમ? એનો અભ્યાસ કરી રહ્યા છે, એમ વાઇરસ ઇવોલ્યુશન પર બનેલા WHOના ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપે એક નિવેદનમાં સમજાવ્યું હતું.

દક્ષિણ આફ્રિકાની હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધી રહી છે અને એ ‘ઓમિક્રોન’ની સાથે સંક્રમિત થનારા લોકોની કુલ સંખ્યામાં વધારો થવાને કારણે હોવાની શક્યતા છે, એમ WHOએ પ્રારંભિક ડેટા પરથી કહ્યું હતું. વળી, ફરીથી સંક્રમણનું જોખમ આ વેરિયેન્ટની સાથે બનેલું છે.

વળી, હજી એ સ્પષ્ટ નથી કે કોરોનાના ડેલ્ટા અને અન્ય વેરિયેન્ટની તુલનાએ ‘ઓમિક્રોન’ વધુ સંક્રમણ ફેલાવે છે કે કેમ? હજી માત્ર RT-PCR દ્વારા એ માલૂમ પડી શકે છે.

WHO કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટની કોરોનાની રસી પર શું અસર કરશે, એનું પણ રિસર્ચ કરી રહી છે. આ ઉપરાંત ‘ઓમિક્રોન’ સંક્રમણથી વધુ ગંભીર બીમારીનું કારણ બની શકે કે નહીં? એ પણ માલૂમ નથી પડ્યું. આ સાથે ‘ઓમિક્રોન’થી જોડાયેલાં લક્ષણો અન્ય વેરિયેન્ટથી અલગ છે.

નિષ્ણાતોએ પ્રારંભના અહેવાલમાં કહ્યું હતું કે સંક્રમિત યુવા વ્યક્તિઓમાં સામાન્ય બીમારી થાય છે, પણ ‘ઓમિક્રોન’ની ગંભીરતાને સમજવામાં અનેક દિવસો લાગી શકે છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular