Monday, September 8, 2025
Google search engine
HomeNewsNationalIRCTCની ‘શ્રી રામાયણ યાત્રા’ 21 જૂનથી શરૂ થશે

IRCTCની ‘શ્રી રામાયણ યાત્રા’ 21 જૂનથી શરૂ થશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવે (IRCTC) ‘શ્રી રામાયણ યાત્રા’નું 18 દિવસનું ટુર પેકેજ 21 જૂનથી શરૂ કરી રહી છે. આ ટુર પેકેજમાં રેલવે શ્રીરામથી જોડાયેલાં ધાર્મિક સ્થળોનાં દર્શન કરાવશે. રેલવે પહેલી ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન ‘શ્રી રામાયણ યાત્રા’ લઈને આવી છે, આ ટુર પેકેજ IRCTCનું છે, એમ IRCTCના લખનઉના મેનેજર ચીફ રિજિયોનલ મેનેજર અજિતકુમાર સિંહાએ જણાવ્યું હતું. આ ટ્રેન દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશને 21 જૂને ઊપડશે.

આ સંપૂર્ણ યાત્રા 8000 કિલોમીટરની છે અને 18 દિવસ સુધી ચાલશે. એમાં યાત્રીઓ થર્ડ એસીમાં પ્રવાસ કરી શકશે. આ ટ્રેનમાં 11 થર્ડ એસીના કોચ હશે. આમાં 600 યાત્રીઓની ક્ષમતા રાખવામાં આવી છે.  આ ટ્રેનનું બુકિંગ IRCTCની સત્તાવાર વેબસાઇટ પર કરી શકો છે. આ પેકેજનો ખર્ચ પ્રતિ વ્યક્તિ રૂ. 62,370 રાખવામાં આવ્યો છે. વળી, આ પ્રવાસ ગમે એ સ્ટેશનથી શરૂ કરવામાં આવશે.

આ ‘શ્રી રામાયણ યાત્રા’ વિશે જણાવ્યું હતું કે આ ટુર પેકેજમાં આઠ રાજ્યો અને નેપાળમાં ફરવાની તક મળશે. આ આઠ રાજ્યોમાં યુપી, બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ સામેલ છે.

આ ટુરમાં અયોધ્યા, જનકપુર (નેપાળ) સીતામાહી, બક્સર, વારાણસી, પ્રયાગરાજ, શ્રીંગારવરપુર, ચિત્રકૂટ, નાશિક, હમ્પી, રામેશ્વરમ, કાંચીપુરમ  અને ભદ્રાચલમને આવરી લેવામાં આવશે. IRCTCએ કહ્યું હતું કે આ યાત્રામાં પાંચ ટકા ડિસ્કાઉન્ટ પહેલા 50 ટકા યાત્રીઓને આપવામાં આવશે. યાત્રીઓને EMI દ્વારા ટિકિટ બુક કરવાનો વિકલ્પ મળશે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular