Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNational IRCTC: ઓનલાઇન ટિકિટ બુક ન થાય, ત્યારે રિફન્ડ કેવી રીતે મળશે...

 IRCTC: ઓનલાઇન ટિકિટ બુક ન થાય, ત્યારે રિફન્ડ કેવી રીતે મળશે…

નવી દિલ્હીઃ IRCTC વેબસાઇટ દ્વારા ટિકિટ બુક કરતી વખતે ક્યારેક એવું પણ થાય છે કે બેન્ક એકાઉન્ટમાંથી નાણાં તો કપાઈ જાય છે, પણ ટિકિટ બુક નથી થતી. આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? શું તમને રિફન્ડ મળશે. જો રિફન્ડ મળશે તો કેવી રીતે અને એમાં કેટલો સમય લાગશે. આવો જાણીએ…

 IRCTCનું એ પર કહેવું છે  IRCTC પર ઓનલાઇન પેમેન્ટમાં ગ્રાહકના ઇન્ટરનેટ બેન્ડવિથ, બેન્કોની IT પ્રણાલી અને પેમેન્ટ ગેટવેની વચ્ચે ટેક્નિકલ અને ટેલિકોમ્યુનિકેશન્સ નેટવર્કિંગ ઇન્ટિગ્રેશનના જટિલ નેટવર્ક સામેલ છે અને કેટલાય પ્રકારના ઘટકોમાં ઇન્ટરનેટ ક્નેક્ટિવિટી પર નિર્ભર છે.આ જટિલ નેટવર્કમાં કોઈ પણ નિષ્ફળ અથવા વિલંબ ટ્રાન્ઝેક્શન પૂરું થતાં પહેલાં પેમેન્ટ ફેઇલ થવાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં એકાઉન્ટમાંથી નાણાં કપાઈ જાય છે, પણ ટિકિટ બુક નથી થતી.

આવું ત્યારે થાય છે, જ્યારે કોઈ યાત્રી બુકિંગના સમયે કોઈ બર્થની પસંદ કરે છે, પણ બર્થ ઉપલબ્ધ ન થવાને કારણે ટિકિટ બુક નથી થઈ શકી. નેટવર્કનું ફેલ થવું પણ એક કારણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં આગામી દિવસે ગ્રાહકનાં નાણાં બેન્કને પરત મોકલી દેવામાં આવે છે. બેન્ક એનાં નાણાં એ ગ્રાહકના અકાઉન્ટમાં જમા કરી દે છે, જે ખાતામાંથી બુકિંગ કરવામાં આવે છે અને એમાં બે-ત્રણ કામકાજના દિવસનો સમય લાગે છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular