Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNationalએર બબલ-વ્યવસ્થા હેઠળ વૈશ્વિક ફ્લાઇટોમાં વધારો કરાશેઃ સિંધિયા

એર બબલ-વ્યવસ્થા હેઠળ વૈશ્વિક ફ્લાઇટોમાં વધારો કરાશેઃ સિંધિયા

નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલય એર બબલ ટ્રાવેલ વ્યવસ્થા હેઠળ આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ફ્લાઇટ્સની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરી રહ્યું છે. આ 17 નવેમ્બર સુધી 30 દેશોની સાથે હતી. એર બબલ પેક એક દ્વિપક્ષી વિશેષ ઉડાન સમજૂતી છે.

હું દરેક દેશમાં એર બબલ વ્યવસ્થા હેઠળ ફ્લાઇટ્સની સંખ્યામાં પ્રોત્સાહક વૃદ્ધિની સંભાવના જોઈ રહ્યું છું, એમ નાગરિક ઉડ્ડયનપ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના વાર્ષિક સત્રમાં કહ્યું હતું. હાલ જ્યાં જે દેશોમાં દ્વિતીય માર્ગોએ પેસેન્જરોની સંખ્યા 70-80 ટકા વધુ છે, ત્યાં ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.

એર બબલની વ્વસ્થા માટે હોમ, હેલ્થ અને અન્ય સંબંધિત મંત્રાલયોની સાથે સમન્વયની જરૂર હોય છે. વળી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયઆ સંબંધે સહયોગી છે, એમ તેમણે કહ્યું હતું. આ વાતનો સ્વીકાર કરતાં કે 4500 આંતરરાષ્ટ્રીય એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA)ના એજન્ટો સાથે સહયોગનો કોઈ અર્થ નથી અને પેસેન્જરોની ટિકિટ સુરક્ષિત કરવાને મામલે નીતિ યોગ્ય નહોતી.

કોરોના રોગચાળા દરમ્યાન એરલાઇન્સ પાસે અનેક લોકોએ ટિકિટ રદ કરવા મામલે કે અન્ય મામલે નાણાં ગુમાવ્યાં છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ સાથે સંયુક્ત રીતે એક્સપ્રે-વે પર ઇમર્જન્સી ઉતરાણ માટે હેલિપેડ બનાવશે. ઉડાન યોજના હેઠળ 100 દિવસના કાર્યક્રમમાં  છ નવા હેલિપોર્ટ્સ, પાંચ નવા એરપોર્ટ્સ  અને 50 નવા એર માર્ગો આગામી એક મહિનામાં બનાવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે નોએડામાં રૂ. 30,000 કરોડના ખર્ચે ત્રણ નવાં શહેરોમાં જેવર એરપોર્ટ બનાવવામાં આવશે, જે 5.3 લાખ નવી રોજગારીનું સર્જન કરશે. મંત્રાલય કોલકાતામાં પણ નવા એરપોર્ટ માટે જમીન શોધી રહ્યું છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular