Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalદેશમાં કોરોનાની બીજી લહેરમાં 594 ડોક્ટરોએ જીવ ગુમાવ્યો

દેશમાં કોરોનાની બીજી લહેરમાં 594 ડોક્ટરોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હીઃ દેશમાં ડોક્ટરોની સંસ્થા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) તરફથી જણાવવામાં આવ્યું છે કે કોરોનાવાઈરસ બીમારીની દેશમાં ફેલાયેલી બીજી લહેર દરમિયાન અત્યાર સુધીમાં 594 ડોક્ટરોનું મૃત્યુ થયું છે. સૌથી વધારે દિલ્હીમાં – 107 ડોક્ટરો આ રોગચાળાનો ભોગ બન્યા છે. કોરોના દર્દીઓની સારવાર કરનાર કોરોના-યોદ્ધા ડોક્ટરોને આ બીમારી ભરખી ગઈ.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર, IMA દ્વારા આ અંગેનો એક આંકડાકીય અહેવાલ બહાર પાડ્યો છે. દિલ્હી બાદ બીજા નંબરે બિહાર આવે છે જ્યાં 96 ડોક્ટરોએ કોરોનાને કારણે જાન ગુમાવ્યો છે. ત્યારબાદ આવે છે – ઉત્તર પ્રદેશ 67, રાજસ્થાન 43, ઝારખંડ 39, આંધ્ર પ્રદેશ અને તેલંગણા 32-32, ગુજરાત 31, પશ્ચિમ બંગાળ 25.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular