Monday, May 26, 2025
Google search engine
HomeNewsNationalભારત પોતાનાં હિતો સાથે રતીભાર સમજૂતી નહીં કરેઃ મોદી

ભારત પોતાનાં હિતો સાથે રતીભાર સમજૂતી નહીં કરેઃ મોદી

જેસલમેરઃ વડા પ્રધાન મોદી શનિવારે જવાનોની સાથે દિવાળી ઊજવવા માટે લોંગેવાલા પહોંચ્યા છે. વડા પ્રધાને ભારતીય જવાનોને સંબોધિત કરતાં કહ્યું હતું કે આજે ભારતની પાસે તાકાત છે અને યોગ્ય જવાબ આપવા માટે રાજકીય ઇચ્છાશક્તિ પણ છે. અમારી સૈન્ય તાકાતે અમારી વાતચીત કરવાની ક્ષમતાને અનેક ગણી વધારી દીધી છે. આજે ભારત આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે છે. આજે વિશ્વ એ જાણી ચૂક્યું છે કે દેશ પોતાનાં હિતોની સામે રતીભાર પણ સમજૂતી નહીં કરે. ભારતનો આ મોભો અને શક્તિ જવાનોના પરાક્રમને કારણે છે.

ભારતની વ્યૂહરચના સાફ અને સ્પષ્ટ છે. આજે સમજવા અને સમજાવાની નીતિ પર વિશ્વાસ કરે છે, પરંતુ જો અમને અજમાવવાના પ્રયાસો થશે તો વળતો જવાબ પણ એટલો પ્રચંડ મળશે. હિમાલયનાં શિખરો હોય કે રણ વિસ્તાર હોય, જંગલ હોય કે સમુદ્રની ઊંડાઈ હોય-દરેક પડકાર પર હંમેશાં તમારી વીરતા ભારે પડી છે. તમારા શોર્યને નમન કરતાં આજે ભારતના 130 કરોડ દેશવાસીઓ તમારી સાથે મજબૂતીથી ઊભા છે. દરેક ભારતવાસીને સેનિકોની તાકાત અને શૌર્ય પર ગર્વ છે. તેમને તમારી અજેયતા પર ગર્વ છે.

આજે વિશ્વ વિસ્તારવાદી તાકાતોથી પરેશાન છે. વિસ્તારવાદ માનસિક વિકૃતિ છે. આ વિચારની સામે ભારત મુખ્ય અવાજ બના રહ્યો છે. આજે ભારત બહુ ઝડપથી ડિફેન્સ સેક્ટરને આત્મનિર્ભર બનવા માટે આત્મનિર્ભર બનવા આગળ વધી રહ્યું છે. હાલમાં જ સેનાએ નિર્ણય લીધો છે કે એ 100થી વધુ હથિયારો અને સાધન વિદેશથી નહીં મગાવે. હું સેનાના આ નિર્ણય માટે એને અભિનંદન આપું છું. સેનાના આ નિર્ણયથી દેશવાસીઓને પણ લોકલ માટે વોકલ થવાની પ્રેરણા મળી છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular