Saturday, November 22, 2025
Google search engine
HomeNewsNationalભારતમાં અમેરિકી રસીના 100 કરોડ ડોઝ બનશે

ભારતમાં અમેરિકી રસીના 100 કરોડ ડોઝ બનશે

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાને ખતમ કરવા માટે અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન એકસાથે આવ્યા છે. ચારે દેશોના ટોચના નેતાઓએ મળીને ક્વાડિલેટરલ ગ્રુપિંગની પહેલી બેઠકમાં ક્વાડ વેક્સિન (રસી)ની પહેલનું એલાન કર્યું હતું. જે હેઠળ ભારત અમેરિકાની રસીનું ઉત્પાદન કરશે અને એના માટે ફન્ડિંગ જાપાન આપશે. આ રસી તૈયાર થયા બાદ એશિયા-પ્રશાંત ક્ષેત્રના દેશોને સપ્લાય કરવા માટે ઓસ્ટ્રેલિયા લોજિસ્ટિકલ સપોર્ટનો પ્રયોગ કરશે. આ યોજના હેઠળ આગામી વર્ષ 2020ના અંત સુધીમાં 100 કરોડ રસીના ડોઝ તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ સિવાય ત્રણ વર્કિંગ ગ્રુપને પણ લોન્ચ કરવામાં આવ્યા છે- ક્વાડ વેક્સિન એક્સપર્ટ ગ્રુપ, ક્વાડ ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી ગ્રુપ અને ક્વાડ ક્લાયમેટ વર્કિંગ ગ્રુપ, અહેવાલ મુજબ ગ્રુપિંગની પહેલી બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, જાપાનના વડા પ્રધાન યોશિહિડે સુગા અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાટાઘાટ યોજી હતી.

ચારે દેશો દેશવાસીઓને કોરોના રસી ઉપલબ્ધતાની ખાતરી આપવા વિશ્વના અન્ય દેશોને પણ રસી ઉપલબ્ધ કરાવવા માટે એકસાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. આ બેઠક પછી ફેક્ટશીટ મુજબ ફાઇનાન્સ કરવા માટે બાયોલોજિકલ ઈ લિમિટેડની સાથે કામ કરશે. બાયોલોજિકલ ઈ લિ. આગામી વર્ષ 2022 સુધીમાં 100 કરોડ રસીની ક્ષમતા કરવા માટે ફાઇનાન્સની જરૂર છે. આમાં જોન્સન એન્ડ જોન્સનની રસી પણ તૈયાર કરવામાં આવશે. આ મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતની ઉત્પાદન ક્ષમતા રસીનું ઉત્પાદન વધારવામાં મદદગાર સાબિત થશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular