Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalવિદેશી એરોસ્પેસ, ડીફેન્સ કંપનીઓને ભારતમાં બિઝનેસનું આમંત્રણ

વિદેશી એરોસ્પેસ, ડીફેન્સ કંપનીઓને ભારતમાં બિઝનેસનું આમંત્રણ

બેંગલુરુઃ એશિયાનો જે સૌથી મોટો એરોસ્પેસ-શૉ ગણાય છે તે એરોઈન્ડિયા-2021ની આજે અહીં યેલાહાન્કા એર બેઝ ખાતે શરૂઆત થઈ છે. આ એરોસ્પેસ-શૉ ત્રણ દિવસનો છે. આ કાર્યક્રમમાં 80 વિદેશી કંપનીઓ અને 55 દેશોના સંરક્ષણ પ્રધાનો, પ્રતિનિધિઓ, લશ્કરી વડાઓ અને અધિકારીઓ સહિત 540 એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. એરો ઈન્ડિયા-2021નું સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઉદઘાટન કર્યુ હતું. પોતાના સંબોધનમાં તેમણે જાગતિક સ્તરની ડીફેન્સ અને એરોસ્પેસ કંપનીઓને ભારતમાં તેમના ઉત્પાદન એકમો સ્થાપવા અને આ ક્ષેત્રમાં સરકારે હાથ ધરેલી અનેક પહેલનો લાભ લેવાનું આમંત્રણ આપ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રોમાં પ્રવૃત્ત ગ્લોબલ કંપનીઓને ભારત સરકાર અમર્યાદિત તકોની ઓફર કરે છે. આ ક્ષેત્રોમાં ભારત સાથે સહયોગ કરવા માટે એરો ઈન્ડિયા ઉત્તમ મંચ છે. ભારત સરકારે આ ક્ષેત્રોમાં અનેક સુધારા કર્યા છે, જે આત્મનિર્ભર બનવાના અમારા સંકલ્પને વધારે દ્રઢ બનાવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular