Wednesday, July 23, 2025
Google search engine
HomeNewsNationalઅફઘાનિસ્તાનમાંથી 3-વિમાન દ્વારા 400 લોકોને ભારત પાછાં લવાયાં

અફઘાનિસ્તાનમાંથી 3-વિમાન દ્વારા 400 લોકોને ભારત પાછાં લવાયાં

નવી દિલ્હીઃ ભારત સરકારે સત્તાપલટો પામેલા અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાંથી આશરે 400 જણને ત્રણ વિમાન દ્વારા સહીસલામત રીતે અહીં પાછા લાવી દીધાં છે. આ 400 જણમાં 329 ભારતીય નાગરિકો છે અને બે અફઘાન સંસદસભ્યો છે. એક મહિલા સંસદસભ્ય છે અનારકલી હોનરયાર અને બીજા છે શીખ સંસદસભ્ય નરેન્દરસિંહ ખાલસા. આ બંને નેતા તેમજ એમનાં પરિવારજનોને પણ ઉગારીને ભારતમાં લાવવામાં આવ્યાં છે. તાલિબાન સંગઠને સત્તા કબજે કર્યા બાદ કાબુલ શહેરમાં પરિસ્થિતિ ખૂબ બગડી જતાં ભારત સરકારે ત્રણ વિમાન દ્વારા પોતાનાં નાગરિકોને ત્યાંથી પાછાં લાવવાની કામગીરી કરી છે.

107 ભારતીય અને 23 અફઘાન શીખ તથા હિન્દુઓ સહિત 168 જણ સાથેનું ભારતીય હવાઈ દળનું C-17 હેવી-લિફ્ટ મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન કાબુલથી દિલ્હી નજીકના હિન્ડોન એરબેઝ ખાતે પહોંચ્યું હતું. 87 ભારતીયો અને બે નેપાળી સહિતના અન્ય ગ્રુપને તાજિકિસ્તાનના પાટનગર દુશાંબે શહેરમાંથી એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા પરત લાવવામાં આવ્યું છે. આ તમામ લોકોને ભારતીય હવાઈ દળના એક વિમાન દ્વારા અફઘાનિસ્તાનમાંથી ઉગારીને દુશાંબે મોકલી દેવામાં આવ્યા હતા. 135 ભારતીયોના એક અન્ય ગ્રુપને અમેરિકા અને NATO સમૂહના એક વિમાન દ્વારા કાબુલથી ઉગારીને દોહા લઈ જવામાં આવ્યાં હતાં, ત્યાંથી ભારત સરકારે સ્પેશિયલ એર ઈન્ડિયા ફ્લાઈટ મોકલીને એમને દિલ્હી પાછાં લાવવાની વ્યવસ્થા કરી હતી. પરત આવેલાં સૌએ રાહતની લાગણી દર્શાવી હતી અને આ વ્યવસ્થા કરવા બદલ ભારત સરકારનો આભાર માન્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular