Sunday, August 17, 2025
Google search engine
HomeNewsNationalઅમુક શરતો પર વરિષ્ઠ નાગરિકોને ITR-ફાઈલિંગમાંથી મુક્તિ

અમુક શરતો પર વરિષ્ઠ નાગરિકોને ITR-ફાઈલિંગમાંથી મુક્તિ

નવી દિલ્હીઃ જેમની આવકનું સાધન માત્ર પેન્શન અને વ્યાજની રકમ છે એવા 75 વર્ષથી ઉપરની વયનાં વરિષ્ઠ નાગરિકોને નાણાકીય વર્ષ 2021-22 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઈલ કરવાના નિયમમાંથી મુક્ત રાખવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) હવે એ નિયમો તથા ડેક્લેરેશન ફોર્મને નોટિફાઈ કર્યાં છે જે વરિષ્ઠ નાગરિકોએ નિશ્ચિત કરાયેલી બેન્કમાં નોંધાવવાનું રહેશે. આ બેન્કો પેન્શન તથા વ્યાજની રકમ તથા ડિપોઝીટ પરનો ટેક્સ કાપી નાખશે.

વરિષ્ઠ નાગરિકો માટે આ નવી છૂટછાટની જાહેરાત કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ-2021 દરમિયાન કરી હતી. એમણે કહ્યું હતું કે આપણા દેશના 75મા આઝાદી વર્ષમાં સરકાર 75 વર્ષ અને તેથી ઉપરની વયનાં વરિષ્ઠ નાગરિકો પરનો આર્થિક બોજો હળવો કરશે.

અમુક શરતોઃ

વરિષ્ઠ નાગરિક (પુરુષ કે મહિલા) ભારતનાં રહેવાસી હોવા જોઈએ અને તેની વય પાછલા વર્ષ દરમિયાન 75 કે તેથી વધુ વર્ષની હોવી જોઈએ.

વરિષ્ઠ નાગરિકને માત્ર પેન્શન જ મળતું હોવું જોઈએ, એની અન્ય આવક હોવી ન જોઈએ. તે છતાં એ તેનાં પેન્શનની આવક જે બેન્ક તરફથી મેળવતાં હોય તે બેન્ક તરફથી થતી વ્યાજની આવકને અન્ય આવક તરીકે ગણાવાશે નહીં.

વરિષ્ઠ નાગરિકની તે બેન્ક નિશ્ચિત કહેવાશે. કેન્દ્ર સરકાર અમુક બેન્કોને નોટિફાઈ કરશે જે બેન્કિંગ કંપનીઓ અને નિશ્ચિત બેન્ક ગણાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular