Saturday, May 17, 2025
Google search engine
HomeBudget 2024બજેટમાં સરકારે કર્યો ખેલઃ ઘર વેચવાથી થશે ઓછો નફો

બજેટમાં સરકારે કર્યો ખેલઃ ઘર વેચવાથી થશે ઓછો નફો

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં બજેટ રજૂ કરી દીધું છે. બજેટમાં પ્રોપર્ટીના વેચાણ પર થનારા લાભથી જોડાયેલા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં મિલકતના વેચાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો હતો અને એના પર ઇન્ડેક્સેશન બેનિફિટ (મોંઘવારીથી લિન્ક કિંમત)ની સાથે 20 ટકા ટેક્સ લાગતો હતો, પણ હવે ઇન્ડેક્સેશન બેનિફિટ દૂર કરવાનું એલાન કરવાનું આવ્યું છે. જેથી હવે મિલકત વેચનારા લોકોને નફો ઓછો થશે. પ્રોપર્ટી વેચાણથી થનારા નફામાં નોંધપાત્ર ઘટાડો થશે.

સરકારે બધા પ્રકારની ફાઇનાન્શિયલ એસેટ્સ પર હવે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ (LTCG)ને 12.5 ટકા ફિક્સ કરી દીધો છે. અત્યાર સુધી શેર અને મ્યુચ્યુઅલ ફંડ પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ 10 ટકા હતો, પણ હવે યુઝર્સને આના પર 12.5 ટકા ટેક્સ આપવો પડશે. જોકે તમારે ટેક્સ નફો રૂ. 1.25 લાખથી વધુનો થશે, ત્યારે ટેક્સ લાગશે.

ઉદાહરણથી સમજો- જો તમે 2014માં રૂ. 50 લાખની એક મિલકત ખરીદી છે અને આજે એની બજાર કિંમત વધીને રૂ. બે કરોડ છે. હવે તમે એ મિલકત વેચવા જશો તો પહેલાંના નિયમથી એના પર ઇન્ડેક્સેશન બિનિફિટ લાગુ થતો હતો એટલે કે મોંઘવારીને ધ્યાનમાં રાખીને રૂ. 50 લાખ નવી કિંમત લગાવવામાં આવતી. માની લો કે મોંઘવારી સૂચકાંકથી એડજસ્ટ કરીને તમારા રૂ. 50 લાખની કિંમત આજે  રૂ. 1.25 કરોડ બની ગઈ કહેવાય. હવે બાકી બચેલા 75 લાખ પર 20 ટકા ટેક્સના દરથી LTCG (લોન્ગ ટર્મ કેપિટલ ગેન) લાગતો હતો- પણ હવે આ નિયમ હટાવી દેવામાં આવ્યો છે.

એની જગ્યે હવે રૂ. બે કરોડમાંથી રૂ. 50 લાખવાળી મિલકત વેચી તો તમને રૂ. 1.5 કરોડના નફા પર હવે 12.5 ટકા ટેક્સ આપવો પડશે. આમ ટેક્સ તો ઘટાડવામાં આવ્યો પણ ઇન્ડેક્સેશન બેનિફિટ દૂર કરવામાં આવ્યો છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular