Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalભ્રષ્ટાચાર રસ્તા પર આવી ગયો છે એમ કોઇ કહે તો? આ વાંચો...

ભ્રષ્ટાચાર રસ્તા પર આવી ગયો છે એમ કોઇ કહે તો? આ વાંચો…

નવી દિલ્હીઃ સરકારી ઓફિસોમાં જ નહીં, પણ રસ્તાઓ પર પણ ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. અવારનવાર આપણે ચાલતી ગાડીમાંથી પોલીસવાળાને લાંચ આપતા જોયા હશે. કેટલીક વાર પોલીસવાળા અથવા અધિકારીઓ પર લાંચ-રુશવત લેવા બદલ કાર્યવાહી થાય છે, પણ હજી પણ મોટે પાયે લાંચનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે. ટ્રક ડ્રાઇવર કોઈ ને કોઈ કારણસર તેના પ્રવાસમાં આગળ વધવા માટે પોલીસવાળાઓને ભરપૂર લાંચ આપે છે. એક સર્વે સામે આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે ટ્રક ડ્રાઇવર અને ટ્રકોના માલિકો પોલીસવાળા અને રસ્તા પરના અધિકારીઓને વર્ષેદહાડે લાંચ સ્વરૂપે રૂ. 48,000 કરોડ આપે છે.

રોડ, સેફ્ટી અને પરિવહનના ક્ષેત્રે કામ કરતા NGO, સેવલાઇફ ફાઉન્ડેશન દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ટ્રાફિક અને હાઇવે પોલીસ સહિત ટ્રાન્સપોર્ટ અને ટેક્સ અધિકારી પણ લાંચ લે છે. ત્યાર પછી જ ટ્રકને આગળ જવા દેવાય છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રક ડ્રાઇવર કેવી પરિસ્થિતિમાં કામ કરે છે અને કયા માનસિક અને શારીરિક દબાણમાં રહે છે.

82 ટકાએ સ્વીકાર્યું કે તેઓ લાંચ આપે છે

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ડે ડ્રાઇવરોથી વાત કરવામાં આવી એમાંથી 82 ટકા એ કબૂલ્યું કે પ્રવાસ દરમ્યાવ કેમણે કોઈ ને કોઈ અધિકારીને લાંચ આપી છે. આ અભ્યાસ દરમ્યાન 1,217 ટ્રક ડ્રાઇવરો અને 110 ટ્રક માલિકોથી વાત કરવામાં આવી હતી. જે આ ક્ષેત્રે મોટા પાયે થઈ રહેલા ભ્રષ્ટાચારને દર્શાવે છે. એક ટ્રક ડ્રાઇવરે સરેરાશ પ્રવાસ દરમ્યાન અધિકારીઓને રૂ. 1257ની લાંચ આપી છે.

સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૌહાટીમાં

અહેવાલ કહે છે કુલ મળીને આશરે બે ટકા ટ્રક ડ્રાઇવરોએ ટેક્સ અધિકારીઓને લાંચ આપી હતી. ગૌહાટીમાં 97.5 ટકા ડ્રાઇવરોએ લાંચ આપવાની વાત કરી હતી. ત્યાર બાદ 89 ટકાની સાથે ચેન્નઈ બીજા ક્રમે અને 84.4 ટકાની સાથે દિલ્હી ત્રીજા સ્થાને છે. 44 ટકા ડ્રાઇવરોએ આરટીઓ અધિકારીઓને લાંચ આપવાની વાત કરી હતી. આમાં બેંગલુરુ સૌથી પહેલા ક્રમે છે. જ્યાં 94 ટકાએ આ વાત સ્વીકારી હતી.  આમાં વિશેષ વાત એ છે કે અધિકારી લાંચ લીધા પછી ડ્રાઇવરોને એક સ્લિપ આપે છે, જેથી ડ્રાઇવર આગળની ચેકપોસ્ટ પાર કરી જાય.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular