Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsNationalકેરળમાં બે-દિવસ અતિ ભારે વરસાદની રેડ-એલર્ટ ચેતવણી

કેરળમાં બે-દિવસ અતિ ભારે વરસાદની રેડ-એલર્ટ ચેતવણી

નવી દિલ્હીઃ કેરળમાં આ વખતે નૈઋત્યનું ચોમાસું વહેલું બેસવાની આગાહી કરાઈ છે અને તે પૂર્વે હાલ ત્યાં વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે કેરળના પાંચ જિલ્લામાં આજે અને આવતીકાલે અતિ ભારે વરસાદ પડવા વિશે આજે રેડ એલર્ટ ઘોષિત કર્યું છે. કેરળમાં સામાન્ય રીતે દર વર્ષે 1 જૂને ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વખતે 27 મેએ ચોમાસું બેસી જવાની આગાહી કરાઈ છે. કેરળમાં ચોમાસું બેસે તે પછી તે ધીમે ધીમે ભારતના અન્ય ભાગોમાં ફેલાતું હોય છે.

હવામાન વિભાગે એર્નાકુલમ, ઈડુક્કી, ત્રિસુર, મલપ્પુરમ અને કોઝીકોડ જિલ્લાઓ માટે રેડ એલર્ટ ચેતવણી બહાર પાડી છે. કાસરગોડ જિલ્લાને બાદ કરતાં રાજ્યના અન્ય જિલ્લાઓ માટે આજે ઓરેન્જ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular