Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalચીનને હિંસાનો જવાબ હિંસાથી આપીશું: હવાઈદળ-વડા ભદૌરિયા

ચીનને હિંસાનો જવાબ હિંસાથી આપીશું: હવાઈદળ-વડા ભદૌરિયા

નવી દિલ્હીઃ ચીન સાથે સરહદ બનાવતા લદાખના પૂર્વીય ભાગમાં ગયા વર્ષના મે મહિનાથી ઘેરી બનેલી લશ્કરી તંગદિલી વચ્ચે ભારત અને ચીનના લશ્કરી અધિકારીઓની મંત્રણાનો આજે 9મો રાઉન્ડ યોજાશે. આ મંત્રણા વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની બાજુએ આવેલા મોલ્ડોમાં યોજાશે. બંને પક્ષ વચ્ચે મંત્રણાનો 8મો દોર 2020ના નવેમ્બરમાં યોજાયો હતો. એમાં કોઈ સફળતા મળી નહોતી.

દરમિયાન, ભારતીય હવાઈદળના વડા એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયાએ જોધપુરમાં એક પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું છે કે જો ચીન આક્રમક વલણ અપનાવશે તો ભારત પણ અપનાવશે. ભારત પણ હિંસાનો જવાબ હિંસાથી આપશે. આપણે એ માટે સંપૂર્ણપણે સજ્જ છીએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular