Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsNationalકોરોના દર્દીઓના પરીક્ષણની વ્યૂહરચનામાં મહત્ત્વના ફેરફાર કરાયા

કોરોના દર્દીઓના પરીક્ષણની વ્યૂહરચનામાં મહત્ત્વના ફેરફાર કરાયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. સોમવાર સુધી દેશમાં કોવિડ-19ના 96,169 કેસો સામે આવી ચૂક્યા છે. આની સાથે 3,029 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. દેશમાં કોરોનાથી લડવા માટે કોવિડ-19 ટેસ્ટિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહી છે. આ દરમ્યાન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કોવિડ-19 ટેસ્ટિંગને લઈને વ્યૂહરચનામાં બદલાવ કર્યો છે.

આ લોકોની તપાસ થશે

  1. ICMRના જણાવ્યા મુજબ હવે એ લોકોની તપાસ થશે, જેમણે 14 દિવસમાં કોઈ આંતરરાષ્ટ્રીય યાત્રા કરી હશે અને તેમનામાં કોવિડ-19 જેવાં લક્ષણો હશે.
  2. આ ઉપરાંત લેબોરેટરીમાં દર્દીના કોવિડ-19ના કેસની પુષ્ટિ થવા પર તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ થશે.
  3. કોવિડ-19ના કન્ટેનમેન્ટ ઝોનમાં કામ કરતા બધા સ્વાસ્થ્ય કર્મચારીઓ અતવા અન્ય કર્મચારીઓની તપાસ (જેનામાં તાવ-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા કોવિડ-19નાં લક્ષણ હશે).
  4. જે લોકોને એક્યુરેટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનની સાથે તાવ, ખાંસીનાં લક્ષણ મળશે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા રહેશે.
  5. કોવિડ-19 પોઝિટિવના સંપર્કમાં આવેલા હાઈ રિસ્કના લક્ષણો વગરના લોકોની તપાસ, તેમની તપાસ કોવિડ-19 પોઝિટિવના સંપર્કમાં આવેલી વ્યક્તિની પાંચમા અને 10મા દિવસની વચ્ચે થશે.
  6. કન્ટેનમેન્ટ અનમે હોટસ્પોટ ઝોનમાં રહેતા બધા લોકોની તપાસ- જેમાં કોવિડ-19નાં લક્ષણો જેવાં કે તાવ,ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હશે.
  7. હોસ્પિટલમાં દાખલ એ બધા દર્દીઓની તપાસ થશે, જેમાં તાવ-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદ હશે.
  8. પ્રવાસી અથવા અન્ય જગ્યાએથી આવતી વ્યક્તિની તપાસ, તબિયત ખરાબ થવા પર સાત દિવસની અંદર થશે. તાવ-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થવાવાળા લોકોની તપાસ થશે.
  9. ટેસ્ટિંગમાં ઘટાડાને કારણે ઇમર્જન્સી પ્રક્રિયામાં મોડું નહીં કરવામાં આવે, પણ કોઈ પણ પ્રકારના કોવિડ-19નાં લક્ષણ જોવી મળશે તો સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવશે.
  10. ઉપર આપવામાં આવેલી તમામ શ્રેણીઓમાં કોવિડ-19ના ટેસ્ટિંગનો રિયલ ટાઇમ RT-PCR દ્વારા થશે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular