Tuesday, July 1, 2025
Google search engine
HomeNewsNationalકરોલ બાગમાં મકાન પડ્યું, કાટમાળમાં અનેક દબાયાની આશંકા

કરોલ બાગમાં મકાન પડ્યું, કાટમાળમાં અનેક દબાયાની આશંકા

નવી દિલ્હીઃ દિલ્હીમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, ત્યારે કરોલ બાગ વિસ્તારમાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. ઇમારતનો અમુક હિસ્સો પત્તાંના મહેલની જેમ તૂટી જતાં તેની નીચે 15 જેટલા લોકો દટાયા હોવાની આશંકા છે. જોકે તેમાંથી સાત લોને બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે.

કરોલ બાગના બાપાનગરમાં આંબેડકર ગલી હીલ માર્કેટ વિસ્તારમાં આ ઘટના બની હતી. લેટેસ્ટ અપડેટ અનુસાર આ દુર્ઘટનામાં લગભગ 15 જેટલા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હોવાની આશંકા છે જેમને બચાવવા માટે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ બચાવ કામગીરીમાં ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ પહોંચી છે. આ અગાઉ પણ ભારે વરસાદને કારણે દિલ્હીના મોડલ ટાઉનમાં રિનોવેશન માટે તોડી પાડવામાં આવી રહેલી જર્જરિત ઇમારત અચાનક ઢળી પડતાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.

આ ઘટનાનો ઉલ્લેખ કરતાં દિલ્હીના CM પદનાં ઉમેદવાર આતિશીએ સોશિયલ મિડિયા X પોસ્ટમાં કહ્યું કે કરોલ બાગ વિસ્તારમાં મકાન પડવાની આ ઘટના ખૂબ જ દુઃખદ છે. મેં જિલ્લા અધિકારીને ત્યાં રહેતા લોકો અને પીડિતો માટે શક્ય તેટલી મદદ કરવાનો આદેશ આપ્યો છે. “જો કોઈને ઈજા થઈ હોય તો મદદ કરો અને આ અકસ્માતનાં કારણો શોધો. આ વર્ષે ઘણો વરસાદ થયો છે. હું દિલ્હીવાસીઓને અપીલ કરું છું કે બાંધકામ સંબંધિત અકસ્માતો ટાળો. જો તમને કોઈ શંકા હોય તો તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરો અને કોર્પોરેશન, સરકાર તાત્કાલિક મદદ કરશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular