Friday, May 23, 2025
Google search engine
HomeNewsNationalગૃહપ્રધાન સચિન વાઝે પર 100-કરોડ વસૂલવા દબાણ કરતાઃ પરમવીરસિંહ

ગૃહપ્રધાન સચિન વાઝે પર 100-કરોડ વસૂલવા દબાણ કરતાઃ પરમવીરસિંહ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર માટે મુસીબતો બેટેલિયનમાં આવી છે. મુંબઈમાં જ્યારથી એન્ટિલિયા પાસેથી વિસ્ફોટકો ભરેલી કાર મળી છે અને મનસુખ હિરેનના મોતના મામલે રાજકીય ગરમાટો આવી ગયો છે. એ પછીના ઘટનાક્રમમાં રાજ્ય સરકાર દ્વારા તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનરની ટ્રાન્સફર કરવામાં આવી હતી. એ પછી આ કેસમાં સચિન વાઝેની તપાસની આંચ રાજ્ય સરકારના ગૃહપ્રધાન સુધી પહોંચી છે. હવે ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે, જેમાં તેમણે ગૃહપ્રધાન પર આક્ષેપ કર્યો છે અનિલ દેશમુખ પ્રતિ મહિને રૂ. 100 કરોડ માગતા હતા. આ પત્રમાં તેમણે કહ્યું છે કે સચિન વાઝેને પ્રતિ મહિને રૂ. 100 કરોડની વસૂલાત માટે આદેશ આપ્યો હતો.

પરમવીર સિંહે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં કહ્યું છે કે સચિન વાઝેને અનિલ દેશમુખ વસૂલી માટે કહ્યું હતું. સચિન વાઝેએ ખુદ મને એની જાણ કરી હતી. દેશમુખે વાઝેને અનેક વાર તેમના સરકારી નિવાસસ્થાને બોલાવ્યા હતા. દેશમુખ વાઝેને કહ્યું હતું કે મુંબઈમાં 1750 બાર અને રેસ્ટોરાં છે. દરેક પાસેથી બે-ત્રણ લાખ મહિને વસૂલવામાં આવે તો રૂ. 50 કરોડ બની જાય અને બાકીની રકમ અન્ય જગ્યાથી વસૂલી શકાય એમ છે.

જોકે ગૃહપ્રધાન અનિલ દેશમુખે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે હું તેમની સામે કાનૂની કાર્યવાહી કરીશ. તેમણે કહ્યું હતું કે ખુદને બચાવવા માટે તેમણે મારી પર ખોટા આરોપ લગાડી રહ્યા છે.

પરમવીરના પત્રના ખુલાસા પર ભાજને શિવસેના પર તીખા પ્રહાર કર્યા છે. રાજ્યના  ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગૃહપ્રધાનના રાજીનામા માગ કરી હતી અને આ સંપૂર્ણ કેસની તપાસ કરવા માગ કરી હતી.

સચિન વાઝે NIAને મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક સામગ્રી રાખવાને મુદ્દે ધરપકડ કરવામાં આવી છે. સચિન વાઝેની ભૂમિકાને સંદિગ્ધ માનવામાં આવે છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular