Sunday, May 25, 2025
Google search engine
HomeNewsNationalહિજાબ મામલોઃ સ્કૂલમાં ધાર્મિક વિવાદ નહીં થવો જોઈએ: સુપ્રીમ

હિજાબ મામલોઃ સ્કૂલમાં ધાર્મિક વિવાદ નહીં થવો જોઈએ: સુપ્રીમ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કર્ણટકમાં હિજાબ પ્રતિબંધ વિવાદ પર સુનાવણી કરતાં કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને ધર્મનું પાલન કરવાનો અધિકાર છે, પણ સવાલ એ છે કે શું એ અધિકાર નિર્ધારિત યુનિફોર્મવાળી સ્કૂલમાં લાગુ થઈ શકે? રાજ્યની શૈક્ષિણક સંસ્થાઓમાં હિજાબ પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કરતા હાઇકોર્ટના ચુકાદાને પડકાર આપતી વિવિધ અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે શું કોઈ વિદ્યાર્થી એ સ્કૂલમાં હિજાબ પહેરી શકે છે, જ્યાં નિર્ધારિત ડ્રેસ કોડ છે?

જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ખંડપીઠે કહ્યું હતું કે તમારી પાસે કોઈ પણ ધર્મ માનવાનો અધિકાર હોઈ શકે છે, પણ શું એક સ્કૂલમાં ધર્મનું પાલન કરી શકે છે, જ્યાં નિર્ધારિત ડ્રેસ છે?  એમ કોર્ટે વરિષ્ઠ વકીલ સંજય હેગડેને સવાલ પૂછ્યો હતો – તેઓ કેટલાક અરજીકર્તાઓની તરફથી દલીલો કરી રહ્યા હતા.

આ તર્ક પર હિજાબ પ્રતિબંધથી મહિલાઓ શિક્ષણથી વંચિત રહી શકે છે. પીઠે કહ્યું હતું કે રાજ્ય એ નથી કહેતું કે એ કોઈ પણ અધિકારથી ઇનકાર કરી રહ્યું. કોર્ટે કહ્યું હતું કે રાજ્ય એ કહી રહ્યું છે કે તમે એ ડ્રેસમાં આવો જે વિદ્યાર્થીઓ માટે નક્કી કરવામાં આવ્યો છે.

હેગડેએ કહ્યું હતું કે આ મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો સમાજના એક મોટા વર્ગના શિક્ષણ પર અસર કરશે. તેમણે કર્ણાટક શિક્ષણ કાનૂન, 1983ની જોગવાઈઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular