Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalસ્માર્ટફોન ચોરી થાય તો આ રીતે ટ્રેક કરો...

સ્માર્ટફોન ચોરી થાય તો આ રીતે ટ્રેક કરો…

નવી દિલ્હીઃ મોબાઇલ ચોરી થવાની ઘટના વારંવાર સામે આવતી રહે છે. મોબાઇલ ફોન ચોરી થાય એટલે પહેલાં પોલીસમાં FIR નોંધાવવો જોઈએ. મોબાઇલ ચોરી થવા પર કેટલાય પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડે છે, કેમ કે ફોનમાં પર્સનલ ફોટોઝથી માંડીને કોન્ટેક્ટ નંબર હોય છે. આવામાં જો મોબાઇલ ફોન ચોરી થાય તો એની ભાળ કેવી રીતે મેળવવી, એ માટે અમે તમને જણાવીએ છીએ…

ફોન ખોવાઈ જાય કે ચોરી થવા પર મોબાઇલ ફોનનો IMEI નંબર દ્વારા તમે એની ભાળ મેળવી શકા છો.  IMEI નંબરની મદદથી ફોનથી સરળતાથી ટ્રેક કરવામાં આવી શકે છે. ફોન ટ્રેક કરવા માટે તમારો IMEI ફોન ટ્રેકર એપ ડાઉનલોડ કરવાની રહેશે, જે ગુગલ પ્લે સ્ટોરમાંથી મળી શકશે. એ એપની મદદથી તમે તમારો ફોન ટ્રેક કરી શકો છો.

શું છે IMEI નંબર

IMEIનું ફુલ ફોર્મ ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી હોય છે. આ 15 અંકોનો નંબર હોય છે, જે ફોનનું આઇડેન્ટિટી સર્ટિફિકેટ હોય છે. IMEI નંબર કોઈ બદલી શકતું નથી. આ નંબર નોટ કરીને રાખવો જોઈએ.

આવી રીતે ચેક કરો IMEI નંબર

જો તમારો ફોન કે IMEI નંબર માલૂમ કરવો હોય તો એ તમારો ફોનના બોક્સમાં મળી જશે. IMEI નંબર ફોનના બોક્સમાં છાપેલા બાર કોડની ઉપર લખેલો હશે. કેટલાક સ્માર્ટફોન્સના બોક્સની ઉપર પણ એ નંબર લખેલો મળી જશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular