Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNational370 હટાવવા વિરુદ્ધની અરજીઓને મોટી બેન્ચ પાસે નહીં મોકલાય

370 હટાવવા વિરુદ્ધની અરજીઓને મોટી બેન્ચ પાસે નહીં મોકલાય

નવી દિલ્હીઃજમ્મુ-કાશ્મીરમાં 370 હટાવવા માટેની બંધારણીય માન્યતા માટે આપવામાં આવેલી અરજીને સુનાવણી માટે મોટી બેન્ચને નહીં મોકલવામાં આવે. પાંચ જજોની પીઠે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બંધરણીય બેન્ચે આ ફેંસલો કર્યો હતો.

અરજીકર્તાઓએ પાંચ જજોની બંધારણીય બેન્ચના બે અલગ-અલગ અને વિરોધાભાસી ચુકાદાઓનો હવાલો આપીને આ મામલે મોટી બેન્ચને સુનાવણી માટે મોકલવાની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બંધારણીય બેન્ચને નિર્ણય લેવાનો હતો કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370ને દૂર કરવાની બંધરણીય કાયદેસરતાને પડકારનારી અરજીને ક્મસે કેમ સાત જજોની સંવિધાન બેન્ચને મોકલવી કે નહીં. અરજીકર્તાઓમાં નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અકબર લોન અને હસનૈન મસૂદી, ભૂતપૂર્વ IAS અધિકારી અને જમ્મુ-કાશ્મીના રાજનેતા શાહ ફૈસલ એક્ટિવિસ્ટ શેહલા રાશિદ, કાશ્મીરી વકીલ શાકિર શબ્બીર, વકીલ એમ એલ શર્મા, જેકે પીપલ્સ કોન્ફરન્સ, સીપીઆઇ (એમ)ના નેતા મોહમ્મદ યુસુફ તારિગામી સહિત અન્ય અરજીકર્તા સામેલ છે.

પાછલા વર્ષે ઓગસ્ટમાં ગૃપ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370ને દૂર કરવાનું એલાન કર્યું હતું. એની સાથે રાજ્યને બે ભાગમાં વહેંચતાં લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના નામે બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા હતા.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular