Monday, May 26, 2025
Google search engine
HomeNewsNationalડો. હર્ષવર્ધને સંભાળી લીધી WHO એક્ઝિક્યૂટિવ બોર્ડના ચેરમેનની જવાબદારી

ડો. હર્ષવર્ધને સંભાળી લીધી WHO એક્ઝિક્યૂટિવ બોર્ડના ચેરમેનની જવાબદારી

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ સામે જંગ લડી રહ્યું ત્યારે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને વિશ્વ આરોગ્ય સંગઠનના એક્ઝીક્યુટીવ બોર્ડના ચેરમેનનો પદભાર સંભાળ્યો. તેમણે દિલ્હી સ્થિત WHOના કાર્યાલય ખાતે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી. આ પહેલા આ પદની જવાબદારી જાપાનના ડૉક્ટર હિરોકી નાકાતાની પાસે હતી જે 34 સભ્યોના બોર્ડના ચેરમેન હતા. સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ સામે લડી રહ્યું છે આ સ્થિતિમાં ડૉ. હર્ષવર્ધન કોરોના સામેની આ લડાઈમાં મહત્વની ભૂમિકા નિભાવશે.

194 દેશોની વર્લ્ડ હેલ્થ અસેમ્બલીમાં ભારત તરફથી હર્ષવર્ધનના નામની નિર્વિરોધ પસંદગી કરવામાં આવી હતી. પદભાર સંભાળ્યા બાદ ડૉ. હર્ષવર્ધને કહ્યું કે મને ખબર છે કે વૈશ્વિક સંકટના સમયે હું આ કાર્યાલયમાં પ્રવેશ કરી રહ્યો છું. આવનારા 2 દાયકાઓ સુધી આરોગ્યને લઈને અનેક પડકારો આવશે. આ પડકારો સામે આપણે સૌ સાથે મળીને લડીશુ. તેમણે કહ્યું કે ભારત વર્તમાન સમયમાં કોરોના સામે દ્રઢ સંકલ્પ સાથે લડી રહ્યું છે. જેના કારણે આજે ભારતમાં કોરોનાથી મૃત્યુદર માત્ર 3 ટકા જ છે. વળી, 135 કરોડની વસ્તીવાળા ભારતમાં માત્ર એક લાખ કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં રિકવરી રેટ પણ 40 ટકાથી વધુ છે.

મહત્વનું છે કે, WHO ના દક્ષિણ-પૂર્વ એશિયા સમૂહે ગયા વર્ષે સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે ભારતને ત્રણ વર્ષના કાર્યકાળ માટે કાર્યકારી બોર્ડ માટે પસંદ કરવામાં આવશે. બોર્ડના ચેરમેનનું પદ ઘણા દેશોના અલગ અલગ ગ્રુપમાં એક – એક વર્ષના હિસાબે આપવામાં આવે છે. ગયા વર્ષે નક્કી થયું હતું કે આગામી એક વર્ષ સુધી માટે આ પદ ભારત પાસે રહેશે. 194 દેશોની વર્લ્ડ હેલ્થ અસેમ્બલીથી 3 વર્ષ માટે બોર્ડમાં પસંદગી બોર્ડની બેઠક વર્ષમાં બે વાર થાય છે. આની મુખ્ય બેઠક સામાન્ય રીતે જાન્યુઆરીમાં થાય છે જ્યારે બીજી બેઠક મે મહિનામાં થાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular