Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalનાણાં નહીં ચૂકવતાં HCનો બિકાનેર હાઉસને જપ્ત કરવાનો આદેશ

નાણાં નહીં ચૂકવતાં HCનો બિકાનેર હાઉસને જપ્ત કરવાનો આદેશ

નવી દિલ્હીઃ દિલ્હી સ્થિત હિમાચલ ભવનને જપ્ત કરવાના આદેશ પછી પટિયાલા હાઉસ કોર્ટે બિકાનેર હાઉસને પણ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એ રાજસ્થાનની નોખા નગરપાલિકા અને એનવાયરો ઇન્ફ્રા એન્જિનિયર્સ પ્રા. લિ.ની વચ્ચે થયેલા વચગાળાની સમજૂતીનું પાલન નહીં કરવા પર આ આદેશ જારી કર્યો છે.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કોમર્શિયલ કોર્ટના જજ વિદ્યા પ્રકાશની બેન્ચે એ આદેશ આપ્યો હતો. તેમણે આદેશમાં કહ્યું હતું કે 21 જાન્યુઆરી, 2020એ એનવાયરો ઇન્ફ્રા એન્જિનિયર્સની વચ્ચે થયેલા વિવાદ પછી નગરપાલિકાને રૂ. 50.31 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, પણ નગરપાલિકાએ કંપનીને એની ચુકવણી નથી કરી. કોર્ટે નોખા નગરપાલિકાના પ્રતિનિધિને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 29 નવેમ્બરે થશે.

આ પહેલાં હિમાચલ પ્રદેશ હાઇ કોર્ટે દિલ્હી સ્થિત હિમાચલ ભવનને જપ્ત કરવાનો આદેશ જારી કર્યો હતો. કોંગ્રેસના નેતૃત્વવાળી સુખવિંદર સિંહ સુખુ સરકારે આશરે રૂ. 150 કરોડના વીજળીનાં બિલોની ચુકવણીમાં નિષ્ફળ રહેવા પર આ આદેશ જારી કર્યો હતો. કોર્ટનો આ આદેશ સુખુ સરકાર દ્વારા રૂ. 64 કરોડ ચૂકવવાના પાછલા આદેશને નજરઅંદાજ કર્યા પછી આવ્યો હતો. જે હવે વ્યાજને કારણે વધીને આશરે રૂ. 150 કરોડ થઈ ગયો છે. આ કેસની આગામી સુનાવણી છઠ્ઠી ડિસેમ્બરે થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular