Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalકુંભમેળો-2021: નારાયણ સેવા સંસ્થાન સ્થાપિત અસ્થાયી હોસ્પિટલ

કુંભમેળો-2021: નારાયણ સેવા સંસ્થાન સ્થાપિત અસ્થાયી હોસ્પિટલ

હરિદ્વારઃ અત્રે મહાકુંભ શરૂ થયો ગયો છે, જેમાં યાત્રાળુ કે શ્રદ્ધાળુઓ નારાયણ સેવા સંસ્થાને ઊભી કરેલી 50-પથારીવાળી અસ્થાયી હોસ્પિટલનો લાભ મેળવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશ ‘દો ગજ કી દૂરી, માસ્ક હૈ જરૂરી’ સાથે સુસંગત આ હોસ્પિટલ છે, જેમાં સ્વચ્છતા, સાફસફાઈ, માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. કુંભમાં આ હોસ્પિટલ દવા, ફિઝિયોથેરેપી, ઓપરેશન થિયેટર, પ્લાસ્ટર રૂમ, પ્રોસ્થેસિસ અને ઓર્થોટિક્સ વર્કશોપ્સ તથા કેલિપર વર્કશોપની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

આ હોસ્પિટલનું ઉત્તરાખંડના પ્રધાન હરકસિંહ રાવતે ઉદઘાટન કર્યું હતું.

સંસ્થા દ્વારા આયોજિત નિઃશુલ્ક માપ અને કૃત્રિમ અંગ વિતરણ કેમ્પમાં વયોવૃદ્ધ લોકો માટે વ્હીલચેરની સુવિધા, પગમાં મસાજ તથા સંતો અને યાત્રાળુઓ માટે સાફસફાઈની સુવિધા જેવી મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરાશે.  તદુપરાંત, સંતો અને યાત્રાળુઓને નિઃશુલ્ક ભોજનની પણ સુવિધા પૂરી પાડશે.

નારાયણ સેવા સંસ્થાનના પ્રમુખ પ્રશાંત અગ્રવાલે કહ્યું હતું કે, “એનએસએસ યાત્રાળુઓને મદદ કરવાની આ તકનો લાભ લેશે, કારણ કે હરિદ્વારના પવિત્ર સ્થળ પર લાખો યાત્રાળુઓ સાથે સ્થાનિક લોકોની જરૂરિયાત પૂરી કરવાની આ સોનેરી તક છે.”  વર્ષ 1985થી એનએસએસ સમાજના વંચિત અને દિવ્યાંગ વર્ગની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા કટિબદ્ધ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular